Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરઝયણાણિ
૫૭૬
અધ્યયન-૨૩ : ટિ. ૮-૧૧
૮. ચાતુર્યામ ધર્મ... પંચશિક્ષાત્મક ધર્મ (વાડનાનો.... પંવિમg)
પહેલા અને અંતિમ તીર્થકર સિવાયના બાકીના બાવીસ તીર્થકરોના શાસનમાં ચાતુર્યામ-ધર્મની વ્યવસ્થા હોય છે. બીજા શબ્દોમાં ચાર મહાવ્રતાત્મક ધર્મ છે
૧. સર્વ પ્રાણાતિપાત વિરતિ. ૨. સર્વ મૃષાવાદ વિરતિ. ૩. સર્વ અદત્તાદાન વિરતિ. ૪. સર્વ બાહ્ય-આદાન વિરતિ જુઓ–ઠાણું ૪ ૧૩૬.
પંક્ષિgિો ’–આ પાંચ મહાવ્રતોનો સુચક શબ્દ છે. પાંચ મહાવ્રતોનાં નામ આ જ આગમના ૨૧ ૧૨માં ઉપલબ્ધ છે. ૯. (શ્લોક ૧૨)
સરખાવો–ઠાણું ૪ ૧૩૬ -૧૩૭. ૧૦. અચેલક છે ( તો)
આના બે અર્થ છે(૧) સાધનાનો તે પ્રકાર કે જેમાં વસ્ત્રો રાખવામાં આવતા નથી, (૨) સાધનાનો તે પ્રકાર કે જેમાં શ્વેત અને અલ્પમૂલ્યવાળા વસ્ત્રો રાખવામાં આવે છે.
અહીં અચેલક શબ્દ વડે આ બંને અર્થોનું સૂચન કરાયેલ છે. " ૧૧. (સંતરુત્તરો)
શાન્તાચાર્યે “અંતરનો અર્થ વિશેપિત (વિશેષતાયુક્ત) અને “ઉત્તરનો અર્થ પ્રધાને કર્યો છે. બંનેની તુલનામાં આનો અર્થ એમ થાય છે કે ભગવાન મહાવીરે અચેલ કે કુચેલ (માત્ર શ્વેત અને અલ્પ મૂલ્ય વસ્ત્રવાળા) ધર્મનું નિરૂપણ કર્યું અને ભગવાન પાર્શ્વનાથે પ્રમાણ અને વર્ણની વિશેષતાથી વિશિષ્ટ તથા મૂલ્યવાન વસ્ત્રવાળા ધર્મનું અર્થાત્ સચેલ ધર્મનું નિરૂપણ કર્યું.
આચારાંગ (૧૮૫૧) તથા કલ્પસૂત્ર (સૂ. ૨૫૬)માં સંતeત્તર શબ્દ મળે છે. શીલાંકસૂરિએ આચારાંગના “સંતરુત્તર શબ્દનો અર્થ આ પ્રમાણે કર્યો છે– ઉત્તર અર્થાત પ્રાવરણીય, સાન્તર અર્થાત ભિન્ન-ભિન્ન સમયમાં, મુનિ પોતાના આત્માની તુલના માટે સાન્તરોત્તર પણ હોય છે. તે વસ્ત્રને ક્યારેક કામમાં લે છે. ક્યારેક પાસે રાખે છે અને ઠંડીની આશંકાથી તેનું વિસર્જન કરતા નથી.
૧.
છે.
આ
વૃદવૃત્તિ, પત્ર ૧૦૦ / દિત્તિ , પત્ર ૫૦૦ : ‘ ત્ત ' 3 ન્યા
येनाविद्यमानचेलकः कुत्सितचेलको वा यो धर्मों वर्धमानेन देशित, इत्यपेक्ष्यते, तथा 'जो इमो'त्ति पूर्ववद् यश्चायं सांतराणि-वर्द्धमानस्वामिसत्कयतिवस्त्रापेक्षया कस्यचित्कदाचिन्मानवर्णविशेषतो विशेषितानि उत्तराणि च-महाधनमूल्यतया प्रधानानि प्रक्रमाद्वस्त्राणि
यस्मिन्नसौ सांतरोत्तरो धर्मः पाइँन देशित इतीहापेक्ष्यते। आचारांग १।८।५१ वृत्ति, पत्र २५२ :अथवा क्षेत्रादिगुणाद् हिमकणिनि वाते वाति सति आत्मपरितुलनार्थं शीतपरीक्षार्थं च सांतरोत्तरो भवेत्-सांतरमुत्तरं-प्रावरणीयं यस्य स तथा, क्वचित् प्रावृणोति क्वचित् पार्श्ववर्ति बिभर्ति, शीताशंकया नाद्यापि परित्यजति।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org