Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ શ્રેણિકનું વિદેશગમન. T o listalihu આ વખતે રાજાને વળી ચિન્તા થઈ કે “જે હું વસ્ત્રાલંકાર વગેરેથી શ્રેણિકનું સન્માન કરીશ તે અન્ય સર્વે કુમારે એને રાજ્યગ્ય માનીને એનું અશુભ કરશે; કારણ કે શુભગ્રહ [પણ] વખતે ઘણું ક્રૂર ગ્રહ થકી પરાભવ પામે છે. માટે હું એના પ્રતિ અનાદર અને બીજાઓ પ્રતિ આદર બતાવું; કારણ કે બુદ્ધિમાન પુરૂષોએ કાળને યેગ્ય કાર્ય કરવું જોઈએ. " એમ વિચારીને એણે સર્વ કુમારને, પોતાની માનીતી રાણીઓના પુત્રો હાયની તેમ પૃથક્ પૃથક્ દેશે હેંચી આપ્યા. પણ શ્રેણિકને અણમાનીતીના પુત્રની જેમ કંઈ પણ આપ્યું નહિં-એમ ધારીને કે એને તો [ આખું ) રાજ્ય મળવાનું છે. નિઃસંશય સંત પુરૂષે દીર્ઘદશી હોય છે. આવું જોઈને શ્રેણિક વિચાર કરવા લાગે--હું નિત્ય વિનયી રહ્યા છતાં મારા પિતા પણ આમ વતે છે તો શું હું એમને પુત્ર નથી ? જે અન્ય કેઈ ગમે તે સામર્થ્યવાન પુરૂષ મારે પરાભવ કરે છે, એને તે હું (ધ) દિવસે તારા દેખાડી દઉં. પણ આ તો મને જન્મ આપી કરનાર મારા ગુરૂજન ઠયો એટલે મારે શું કરવું? કારણ કે જેઓ આપણુ પૂજ્ય હેય એમને કોપાવવા નહિં એવી નીતિ છે. મારા જેવા–તાતને પરાભવ પામેલા–ને લેકેને વિષે પ્રતિષ્ઠા દુર્લભ છે; કારણ કે જે ઘરને વિષે હલકે પડે એને વાયુ પણ બહાર કાઢી મૂકે છે. આધિ, વ્યાધિ, તૃષ્ણા, ક્ષુધા, વનવાસ, સારાં; પણ અપમાન સહન કરવું એ વિષકન્યાની પેઠે બીલકુલ સારું નથી. માની પુરૂને સામાન્ય પરાભવ પણ દુસહ હેય છે. માટે મારા જેવા પરાભવ પામેલાએ વિદેશગમન કરવું શ્રેય છે; સંધ્યાકાળે મંદપ્રતાપવાળા સૂર્યની જેમ. એમ વિચારીને માન એજ જેનું સર્વસ્વ છે એવે તે (શ્રેણિકકુમાર) વનમાંથી સિંહ નીકળે તેમ, નગરમાંથી નીસરી જઇને વિણાતટ નગરે ગયે. ત્યાં એણે જગમ લક્ષ્મીજ હોયની એવા ઉત્તમ વસ્ત્રાભરણ અને સુગંધી વિલેપન યુક્ત સ્વરૂપવંત જનેને યા. આવા નગરના દર્શનથી તે અન્તઃકરણને વિષે અત્યા P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust