Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ 134 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. આવાં સ્વર્ગનાં સુખ ત્યજી દઈને હવે તપાવેલી કુંભીને વિષે નારકીના જીવોની પિઠે અશુચિની ખાણ એવી માનવીની કસિને વિષે વાસ કરે પડશે. આજ પર્યત રત્નના સ્તંભે અને મણિની ભૂમિવાળા વિમાનને વિષે રહીને હવે સપના બીલથી પૂર્ણ એવી તૃણની કુટીરને વિષે કેવી રીતે રહેવાશે ? દેવાંગનાઓનાં હાહાહૂ એવા આલાપ યુક્ત ઉત્તમ ગીતનું શ્રવણ કરીને હવે રાસને આરવ કેમ સાંભળી શકાશે ? હા ! આજ પર્યન્ત મુનિનાં પણ મનને હરણ કરનારી એવી રૂપવતી સુરસુંદરીઓને જોયા પછી હવે કેફિલના સમાન શ્યામવર્ણી માતંગી જેવી નીચવર્ગની સ્ત્રીઓને કેમ કરીને જેવાશે ? આજ સુધી મંદારવૃક્ષના પુષ્પના જેવાં દિવ્ય સુગંધી પદાર્થોડે ઘણેન્દ્રિયને તૃપ્ત કયો પછી, હવે, મધવાળો મઘની ગંધ લે તેમ અશુચિની ગંધ કેમ કરીને લેવાશે ? ચિંતવ્યા માત્રથી જ આવીને ઉભા રહેતા એવા દિવ્ય રસયુક્ત ભોજન ગ્રહણ કર્યા પછી હવે શૂકરની પેઠે દુર્ગધવાળા આહારની સામું જ કેમ જેવાશે? હા ! આજ લગી કામદેવના મંદિરરૂપી કમળાંગી સુરાંગનાઓને જ આલિંગન દીધું છે, તે હવે કઠેર શારીરવાળી સ્ત્રીઓનાં અંગેને સ્પર્શ પણ કેવી રીતે થઈ શકશે? આ પ્રમાણે હાહાકાર કરતા એ દેવતાઓના હદય શતધા (સે કટકામાં) ભેદઈ જતાં નથી એજ વિચિત્ર છે. (તેમનાં એવાં કરૂણ રૂદન પ્રમાણે તે એમ થવું જ જોઈએ. ) આ પ્રમાણે દેવગતિને વિ ષે પણ સુખ નથી જ. કારણકે ચલા સર્વત્ર માટીનાજ હોય છે. માટે એ દુઃખને ક્ષય કરવાને, સંસારરૂપી સમુદ્રને પાર પમાડવાને સમર્થ એવો નકા સમાન ધર્મ આશ્રય કરવા ચેચ છે. એ ધમ, લેક અને અલેક એવા ( બે ) ભેદથી આકાશ જેમ તેમ, મુનિ ધર્મ અને શ્રાદ્ધધર્મ એવા ભેદે બે પ્રકાર છે. એમાં મુનિ ધર્મ ક્ષમા-માનત્યાગ-આજ-લેભન નિગ્રહ-તપસંયમ- સત્યતા-શાચ-દ્રવ્યવિવર્જન-અને અધ્યક્ષને ત્યાગ (બ્રહ્મચર્યનું P.P. Ac. Gunratnasuri M.S: