Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ 180 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. કારણ કે તસ્કરને મોક્ષ કે નિગ્રહ રાજાની આજ્ઞાથી જ થાય છે. પછી રાજાએ પુત્ર–અભયને આદેશ કર્યો કે “હે વત્સ, આપણે બીજા તસ્કરની પણ ઉપેક્ષા કરતા નથી ત્યારે આ તે વિદ્યાના બળવાળા છતાં દુર્જન છે અને વળી રાજાનાજ ઘરમાં ચોરી કરનાર છે. એ સાંભળી મંત્રિશિરોમણિ અભયે નરેશ્વરને કહ્યુંત્યારે, પહેલાં એની પાસેથી એ વિદ્યા ગ્રહણ કરવાનું તો કરે; કારણ કે આપણે છેડી દીધા વિના એ કડીઆમાંના સર્ષની જેમ ક્યાં જવાનું છે? એવું પુત્રનું વચન સાંભળી તે પ્રમાણુ કરી પેલા માતંગપતિને ભૂમિપર બેસારી રાજાએ પોતે આસન પર બેસી તેની પાસે વિદ્યાને પાડ લેવા શરૂ ક્યો. કારણ કે રાજાઓને કહ્યા વિના નીતિ શું છે એની ખબર પડતી નથી. પછી મગધેરે માટે સ્વરે એનો પાઠ કરવા માંડયા પણ કુલટા સ્ત્રી ગૃહને વિષે રહે નહિં તેમ એ એના ચિત્તવિષે રહી નહિં. એટલે એણે માતંગપતિને કહ્યું-તું બરાબર પાઠ કરાવતે નથી; અને કંઈ મહેતું કપટ કરતો જણાય છે. એ સાંભળી બુદ્ધિશાળી અભયે કહ્યું–હે પૂજ્ય પિતા, આપ બહુ વિનયવડે વિદ્યા ગ્રહણ કરે. કારણ કે વિદ્યાને ત્રણ રીતે ગ્રડણ કરી શકાય છે, વિદ્યાર્થી-વિનયથી અને દ્રવ્યથી; એને ગ્રહણ કરવાને બીજે કઈ માર્ગ નથી. એમાં પણ વિચારવંત પુરૂષે વિનયને જ શ્રેષ્ઠ ગણે છે. કારણ કે એના વિના બીજા બે કાર્યસિદ્ધિને " આપતા નથી; જેમ સંયમ વિનાના સમક્તિ અને જ્ઞાન કાર્યસિદ્ધિ આપતા નથી તેમ. માટે હે તાત, આપ એને આસન પર બેસારે અને તમે પોતે ભૂમિપર બેસે એમ કરવાથી જ એ (વિદ્યા) આપને વિષે સંક્રમણ કરશે; કારણ કે જળ પણ ઉચ્ચ ભૂમિથી નીચી ભૂમિ તરફ જાય છે.” એ પરથી મહીપતિએ વિદ્યાને અર્થે ક્ષણવાર એમ કર્યું; કારણ કે પિતાના કાર્યને અર્થે લેકે પ્રણત નથી થતા શું? પછી “હવે તે એ આપને વિદ્યાગુરૂ છે માટે એને છોડી ઘો” એમ કહીને અભયકુમારે એ માતંગપતિને મગધેશ્વર પાસેથી P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust