Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ ગૃહસ્થાશ્રમનાં બાર વર્ષ રર૩ વરના ચરણ બાંધે છે તેમ, પિતાના ચરણ બાંધ્યા. પછી કહેવા લાગે-માતા, તું હવે ભય રાખીશ નહિં. મેં મારા પિતાને સજડ બાંધ્યા છે, એટલે એ કર્મથી બંધાયેલા સંસારી જીવની પિઠ અહિંથી છુટી જઈ શકશે નહિં. એટલે આદ્રષુમારે પણ વિચાર્યુ -અહા ! આ બાળને પણ નારંગી આદિ ફળને વિષે હોય તે મારે વિષે કોઈ અવર્ણનીય સ્નેહ છે. માટે આ મારા પગપર પુત્રે સૂતરના જેટલા આંટા દીધા છે તેટલા વરસ પર્યન્ત હું ગૃહસ્થાશ્રમને વિષે રહીશ કારણ કે એ આંટા અટટેજ દેવરાવ્યા છે. એમ કહી એણે એ આંટા ગણી જોયા તે સ્વર્ગમાર્ગના બંધની જેટલા બરાબર બાર થયા. આમ એ આદ્રકંકુમાર વ્રત લેતાં અટકયે; માટેજ વિદ્વાન લોકો કહે છે કે મહટા માણસોના પણ એથતિ વçવિત્રા ( ઉત્તમ કાર્યો બહુ વિદ્મયુક્ત) હોય છે. આ પ્રમાણે શ્રીમતીએ પુત્ર દ્વારા પતિને વ્રત ગ્રહણ કરતા અટકાવ્યા; કારણ કે અન્ય ઉપાયથી સિદ્ધિ થતી હોય ત્યાં સુધી વર કોણ ઉત્પન્ન કરે ? પણ આકકુમારને તે સમૃદ્ધિવાન છે પણ ગૃહવાસ પ્રીતિદાયક થઈ પડશે. નહિં; કારણ કે રાજહંસને સુવર્ણનું પાંજરૂચે સુખકારક થતું નથી. હવે આદ્રકુમારે સુખે દુઃખે પણ સંસાર ચલાવવા માંડ્ય; અને જેમ તેમ કરીને બાર વર્ષ નિગમન કર્યો. બારમા વર્ષને અન્ને એણે એકવાર રાત્રીને વિષે પિતાના મનમાં સંવેગ રૂપી રસની નીક સમાન એવો વિચાર કરવા માંડેયે-અહે ! ગતભવને વિષે મેં નિશ્ચયે વ્રતભંગ કર્યું હશે, તેના પ્રભાવથી (મને ખેદ થાય છે કે, હું અનાર્યદેશમાં ઉત્પન્ન થયે; અને તેમાં પણ વ્રતભંગનું ફળ જાણતાં છતાંયે મેં-પાપીએ કાયાએ કરીને હમણાં વ્રતને ભાંગીને તેના કડકેકડક કરી નાખ્યા. જ્યારે અજ્ઞાનપણે પાપ ક્યોથી પણ મહા દુઃખ ભોગવવું પડે છે ત્યાર તે જાણતાં છતાં પણ એ (પાપકર્મ) કરનારની તો શી ગતિ થશે ? આ પૃથ્વી પર જેઓ ધર્મને ઓળખતા જ નથી તેઓની અવસ્થા શેક કરવા લાયક છે. પણ જેઓ જાણતાં છતાંયે એ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust