Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ યેગી જેવે જણુતો પુરૂષ. 237 શેઠ ઉત્તમ શ્રમણોપાસક છે. એણે જ આ વીશ જિનેશ્વરનું મંદિર કરાવ્યું છે. એણે વળી ઘણે સ્થળે જિનાલયે તથા ઉપાશ્રયે કરાવ્યા છે. સાધર્મીવાત્સલ્ય ક્યાં છે, અનેક તીર્થયાત્રા કરી છે, તથા વંદન-પ્રતિક્રમણ-તપશ્ચર્યા આદિ પણ ઘણી કરી છે. ધન્ય છે એના પુણ્યકાર્યોને, એના ઉત્તમ જન્મને, એની શ્રેષ્ટબુદ્ધિને, એના ધર્મિષ્ટપણને અને એના બૈર્ય તથા ગભીયને! આ પ્રમાણે સૂરિશ્રીએ પિતે જિનદત્તની પ્રશંસા કરી કારણ કે ગુણોની પ્રશંસા કરવી એને આગમને વિષે દશનાચાર કહ્યો છે. પછી સરલ સ્વભાવવાળા આવા સૂરિજીને વંદન કરીને જિનદત્ત ઉભું થયું એટલે કે ઈ મેગી જેવા જણાતા પુરૂષે એને એકાન્તમાં લઈ જઈને કહ્યું- હે શેડ, તમને ગુરૂજીએ એક મોટા માણસ કહ્યા છે, માટે તમે જે મારી પ્રાર્થનાને ભંગ ન કરે તે હું તમારી પાસે કંઈ યાચના કરૂં. શેઠે “મારી સ્થિતિ તે આવી છે એ પ્રત્યક્ષ છે, માટે એ શું માગે છે એ જોઉં તો ખરે” એમ વિચારીને કહ્યું- હે ભદ્ર, તારે ઈષ્ટ હોય તે કહી દે. એટલે પિલાએ કહ્યું-મારી પાસે દારિદ્રયને હાંકી કાઢનાર એ એક ઉત્તમ મંત્ર છે તે તને આપું છું તે લે કારણ કે તારા જેવું બીજું કઈ પાત્ર (ઉત્તમ પાત્ર) નથી. જિનદતે કહ્યું- હે ભદ્ર, એ મંત્ર તો તારી પાસે ભલે રહ્યો; મારે હવે ધર્મ કરવાનો સમય છે, ધન સંચયનો નથી. એ સાંભળી પેલાએ કહ્યું મેં તારી પાસેથી પહેલેથી જ માગી લીધું છે. માટે હવે કૃપા કરીને આ. મંત્ર ગ્રહણ કરવું અને આગ્રહ ત્યજી દે. એ પરથી શ્રેષ્ટીએ વિચાર્યું–સર્વ લેકે તથા મારા પુત્રો સુદ્ધાં એક મતે કહે છે કે ધર્મમાં કાંઈ નથી; જો હોત તે, જે જિનદત્ત પૂર્વે આવો વૈભવવાળો હતો તે આજે આમ દારિદ્રયશિરોમણિ થાત નહીં, માટે આ વિકલપ નાશ કરવાને તથા ધર્મની ખ્યાતિને અર્થે હું આ પુરૂષ આપે છે તે મંત્ર ગ્રહણ કરૂં. એમ વિચારીને શેઠે પેલાને કહ્યું-જે એમ જ હોય તો ભલે આપ. પિલાએ પણ એને પ્રીતિપૂર્વક એ મંત્ર કે જેને નવ અક્ષરમાં સમાસ થત P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust