Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ 240 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. ભેજન કરાવું; કારણ કે દેવવંદન ઈચ્છિત આપવાવાળું છે. પણ પુત્રોએ કહ્યું-તમારા દાળભાતને દૂર રાખેને; અમને ફક્ત પેંશ જ ઈષ્ટ છે તેનું જ પારણા કરાવે. પણ દઢ શ્રદ્ધાવાળા પિતાએ કહ્યું-હવે તમે પેંશનું નામ મૂકે, તમને શાળ આદિ આપું તે કહો તમે શું ધર્મકાર્ય કરશે ? પુત્રોએ કહ્યું- હે તાત, તમે દુષ્કર એવાં પણ ધર્મકાર્યો કરવાનું કહેશે તે અમે હર્ષ સહિત કરીશું. શેઠે કહ્યું–જો એમ હોય તો તમારે નિરન્તર ત્રણકાળ દેવપૂજન, બે વખત પ્રતિક્રમણ, ચૈત્યવંદન, શક્તિને અનુસરીને પ્રત્યાખ્યાન, ઈત્યાદિ ઉભયેલેકને વિષે સુખકારી એવા ધર્મકાર્ય કરવાં. એટલે " આપણે રાત્રિને વિષે શીત, દિવસે તાપ, વખત બેવખત કુજન, પગે કાંટા વાગવા-ઈત્યાદિ અનેક દુઃખ સહન કર્યો છે; તો આવા વંદન, પ્રતિક્રમણ પ્રમુખ જે એનાં કરતાં બહુ સહેલાં છે તે અમે જરૂર કરશું” એમ સર્વે પુત્રોએ સાથે કહ્યું. શેઠની પુત્રવધુઓએ પણ કહ્યું કે–પારકાં ઘરનાં કામકાજ કરતાં ધર્મનાં કામ સુખે કરી શકાય એવાં છે માટે અમે પણ હવેથી તે અવશ્ય કરશું. છેવટે શેઠના પિત્રેએ પણ એ પ્રમાણે કરવાનું કહ્યું. એટલે શેઠે પુત્ર-વધુ-અને પિત્રો સર્વ પાસે એક કાગળ પર એ એમના હસ્તાક્ષરે લખાવી લીધું. પછી એમણે બલિવિધાન પૂર્વક ભૂમિનું પૂજન કરીને પુત્રો પાસે એક ખુણે ખોદાવ્યું. તે એક મોટો કળશ તેમના જેવામાં આવ્યું એટલે એમણે વિચાર્યું-અહો ! આજે ચિરકાળે પૂજ્યપિતાશ્રીને કયાંથી આ નિધાન યાદ આવ્યું ? પછી એ ઉઘાડીને જોયું તે એમાં એમણે સુવર્ણ–પદ્મરાગાદિમણિ તથા માણિક્યને સમૂહ દીઠ. પિતાની આજ્ઞાથી, એમાંનું શૈડું સુવર્ણ વેચીને પુત્રોએ, વસ્ત્ર, સ્થાળ-કાળાં પ્રમુખ વાસણો, તથા શાળ આદિ આપ્યાં અને તક્ષણ વધુઓએ ઉત્તમ રસોઈ બનાવી એટલે જિનદત્ત વગેરે સિાએ ભજન કર્યું. (અહે આ ભેજન જ એક વસ્તુ સર્વત્ર જય પામે છે.) ભજન કરી રહ્યા પછી શ્રેષ્ઠી ભેટશું લઈ પુત્રો સહવર્તમાન, સારાં વસ્ત્રો પહેરી રાજમંદિરે ગયે. ત્યાં રાજાને ભેટ ધરી, નમન કરી શેડ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust