Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ સેતુબકને ઉત્તર ભવ. 253 ખાધું તેથી અને વળી ગ્રામ કાતુને ઉત્કટ તાપ હતું તેથી તેને બહુજ તરસ લાગી. એટલે એને વિચાર છે કે આ જળચરે જે છે એમને પૂરાં ભાગ્યવાન સમજવાં કે એઓ વિશ્વના જીવનભૂત એવા જળને વિષે જ પ્રથમ ઉત્પન્ન થાય છે. વળી ત્રિદિવસ જળને વિષે જ રહ્યાં છતાં એઓ યથારૂચિ જળ ઉપર તરી આવે છે, અંદર ડુબકી મારે છે અને આડાઅવળા પણ ફર કરે છે. એટલું જ નહિં પણ આવું અમૃતસમાન થંડુ જળ નિરન્તર પીએ છે અથવા તે “અમૃત " તે ફક્ત વાર્તામાં જ છે; આ જળ છે તેજ અમૃત છે. આમ વિચારતો એ તૃષાતુર છતાં પણ દ્વારપાળના ભયથી કેઈ જળાશયે જળ પીવા ગયે નહીં. અહે! સેવકનું જીવતર ખરે કષ્ટદાયક છે. તૃષાથી પીડાતે ગરીબ બિચારો જળ, જળ એમ બૂમ પાડવા લાગ્યા, મંદબુદ્ધિ શિષ્ય લેકાદિ ગોખવા મંડી જાય તેમ. તૃષાને દુઃખે મૃત્યુ પામીને એ નગરની બહારની વાવમાં એક દેડકો [ ઉત્પન ] થયે કારણ કે જે લેશ્યામાં જન્તુ મૃત્યુ પામે છે એજ વેશ્યામાં એ ઉત્પન્ન થાય છે. હે રાજનૂ, (વીરપ્રભુ શ્રેણિકમહીપતિને સંબોધી કહે છે) અમે પાછા ફરતા ફરતા તારા જ નગરને વિષે આવ્યા, જાણે એ દેડકાના કેઈ મડદુભાગ્યથી આકર્ષાઈને હાયની એમ. તે વખતે સર્વ લોકો અમને વંદન કરવા આવતા હતા ત્યારે વાવમાંથી પાણી ભરવા આવેલી પનીહારીઓમાં આવા પ્રકારનો સંલાપ થયે - એક બોલી, અરે બહેન, આજે શું કઈ મકાનૂ ઉત્સવ છે કે જેને લીધે સર્વ લેકે એક સાથે હર્ષમાં જતા જણાય છે? ત્યારે બીજી આક્ષેપ સહિત કહેવા લાગીઅરે તું તો કઈ ગર્ભ શ્રીમંતની પુત્રી છે અથવા તો કેવળ મૂખ છે કે એટલું જાણતી નથી. ! સુરેન્દ્રો સુધ્ધાં સેવકજનની પેઠે જેમના ચરણને વિષે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે એવા શ્રીમાન મહાવીર ઉદ્યાનને વિષે પધાયો છે. એવા એ મહાવીર જિનને તું નથી જાણતી તો એમજ સમજજે કે તું કાંઈ પણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust