Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ સત્વવંત રાજા–દેવતાની અનુપમ ભેટ. ' ર૫૭. ખુલ્ય બતાવવું પડે છે ? માંસ ખાઈને પાછાં અસ્થિ કેઈ ગળે બાંધે ખરાં? તારું સર્વ કાર્ય હું નીવેડી આપીશ એમ કહીને રાજાએ સાવીને ગુપ્ત પ્રચ્છન્નપણે રાખી; કારણકે પોતાની જાંગ ઉઘાડતાં માણસ પોતે જ લજવાય છે. પ્રસવકાળ નજીક આચ્ચે સર્વ કળાના જાણ એવા નૃપતિએ પિતે એનું સૂતિકર્મ કર્યું કારણકે એ સમય એવો હતો. એની એવી દુર્ગન્ધ છુટી કે નાસિકા ફાટી જાય; તે પણ શાસનના રક્ષક એવા રાજાને એના તફ અભાવ ન થયે. વળી પ્રસવ થતાં જ બાળકે દેવતાની માયાવડે એટલું ગાઢ રૂદન કરવા માંડયું કે ત્રણ ત્રણ શેરી સુધી તે સંભળાવા લાગ્યું. એ જોઈને શ્રાવકશિરોમણિ નરપતિ અત્યન્ત દુઃખી થયે. એ કહેવા લાગ્ય-ઉપાય ચાલ્યા ત્યાંસુધી તે અત્યારસુધીનું સર્વ મેં ગુપ્ત રાખ્યું; પણ હવે કાંઈ બુદ્ધિ સુઝતી નથી તો આ કેમ કરીને હવે ગુપ્ત રહેશે ? અથવા તે આકાશ ફાટયું તે તેનાથી સાંધી શકાય ? | (દેવતાએ પિતાની માયાવડે બહુ બહુ પ્રકારે પરીક્ષા કરી તે સર્વમાં ) રાજાની પૂર્ણ દૃઢતા જાણીને પેલા દેવતાએ પિતાનું રૂપ પ્રકટ કર્યું અને એ હર્ષ સહિત બો–હે રાજન , દેવતાઓની સભામાં ઈજે તને જે પ્રશસ્ય છે તે જ તું છે; અથવા એથી પણ અધિક છે. પ્રકાશ કદિ અન્ધકાર થઈ જાય; મેરૂ પર્વત કદિ ચલાયમાન થાય, જળ કદિ અગ્નિરૂપ થાય, અમૃત વિષ થઈ જાય, અથવા સૂર્ય કદિ પશ્ચિમ દિશામાં ઉદય પામે; તોપણ, હું સત્વના ભંડાર, તું કદિ પણ સમ્યકત્વથી ચલિત થવાનું નથી. સમુદ્રના મહિમાનો પાર પામી શકાય પરંતુ તારા મહિમાને પાર સર્વથા અલક્ષ્ય જ છે. મારા જેવા તારૂં કયા પ્રકારનું સન્માન કરી શકે એમ છે? તોપણ હું કઈક તારૂં સન્માન કરવાને ઇચ્છું છું. તેથી હું તને આ હાર અને આ બે ગેળા આપે છું તેને તું સ્વીકાર કર. એમાં આ હાર જે છે તે ત્રુટશે તો એને જે સાંધશે તેનું મૃત્યુ થશે. એમ કહીને એ બે ગેળાઓ અને P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust