Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ 258 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. હાર રાજાને આપીને ક્ષણમાં જતો રહ્યો. ( એ ત્રણ વસ્તુઓમાં) એકલા એક હારનું જ મૂલ્ય મગધના રાજ્યના મુલ્ય જેટલું હતું. આ પછી રાજાએ કપિલાને બોલાવીને શૈરવ સહિત કર્યું છે શુદ્ધમતિ, તું મુનિઓને આદર સહિત ભિક્ષા આપ. તું જે કંઈ માગીશ તે સર્વે હું તને આપીશ. કારણકે મુનિદાન જે છે તે ઉત્તમ છે. કપિલાએ કહ્યું- હે રાજા, તમે મને કદાપિ સર્વ સુવર્ણમય બનાવી તે પણ હું એ કરવાની નથી; કારણકે મેં આટલો બધો કાળ મારા આત્માને મુનિદાનથી કલંકિત કર્યો નથી તે હવે થોડા માટે કેણ એ દૂષણ હરી લે ? રાજાએ એને પત્થર સમાન કઠેર જાણીને પડતી મુકી. પછી એ કાળારિક કસાઈને કહ્યું-તું તારી પ્રાણવધ કરવાની વૃત્તિ પડતી મુક. તું દ્રવ્યને અર્થે એવું પાપકાર્ય કરે છે તે ચાલ, હું તને એટલું બધું દ્રવ્ય આપું કે તું કુબેરભંડારીની જેવો થઈ જા. પેલાએ કહ્યું–આ મારી વૃત્તિ કેવી રીતે પાપરૂપ કહેવાય ? એનાથી તો નિરન્તર પુષ્કળ પ્રાણીઓ હયાતિ ભેગવે છે ( જીવે છે ). માટે એને હું કેવી રીતે ત્યજી શકું ? મારી એવી ઈચ્છા છે કે એ ને એ જ મારી વૃત્તિમાં મારું મૃત્યુ થાય. રાજાએ " એ પાપી આ પાપ ક્યો કરતો કઈ રીતે અટકવાને નથી " એમ વિચારીને એને નરક સમાન કુવામાં નંખાજો. હે પાપી, પ્રાણીઓને વધ કરે છે એથી તું નરકને વિષે જ જઈશ એમ કહી કહીને એને આખો દિવસ અને રાત્રી ત્યાં રાખે અને જઈને ભગવંતને વાત કરી કે એ કાળશાકરિક પાસે એની વૃત્તિ છેલ્લા આઠ પહેર થયાં તે પડતી મુકાવી છે. પણ જિનેશ્વર ભગવંતે કહ્યું- હે રાજન, એણે તે કુવામાં રહ્યા છતાં પણ માટીના પાંચસો પાડા બનાવીને એમને વધ કર્યો છે. હે મહીપતિ, આ કાળારિક અને કપિલા બેઉ અભવિ છે. અમેશ્ચ (મળ) અને લસણની પેઠે એ બેઉ પિતાને મૂળ સ્વભાવ ત્યજવાના નથી. બનવાની વસ્તુ અવશ્ય બને જ છે. અન્યથા થતી નથી. આ પ્રમાણે પ્રભુને પ્રતિબંધ પામીને રાજ નમન કરીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust