Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ પરિષિ ટિપ્પણી.. 303 પત્નીએ” એમ વાંચવું. શ્રેણિક રાજાની બહેન સુસેનાની અંગજપુત્રી–ને અભયકુમાર પર હતો. (ફઈની પુત્રીને પરણવાને નિષેધ નહિ હોય.) 159-20. ઉસાહશકિત વગેરે, જુઓ પૃષ્ટ પર પંકિત 24 નું ટિપ્પણ. 159-21. પરસ્પર શત્રુભાવરહિત.ઈત્યાદિ. ધર્મ, અર્થ અને કામને, પરસ્પર-મોહમાંહે વિરોધ ન આવે એવી રીતે. સર્ગ ચે. 161-4. દંતવાણુ વગાડવી. અતિશય ઠંડીને લીધે દાંત ધ્રુજે અને હેડલા ઉપલાની સાથે અથડાય તેથી વીણાની જે અવાજ થાય એને “દંતવાણુ વગાડવી ? કહે છે. 161-5. પરિરંભ. આલેષ. શીતાપદ=શીત-કંડીને દૂર કરવી તે; હુંફ 161-19. સમય આવ્યે......લાગે છે. સરખા પૃષ્ટ 250 પંકિત 12. વળી જુઓ “શિશુપાળવધ” સર્ગ 6 શ્લોક 44. समय एव करोति बलावलं प्रणिगदन्त इतीव शरीरिणाम् / - शरदि हंसरवा परुषाकृतस्वरमयूरमयूरमणीयताम् / 162-10. કાયોત્સર્ગ. કાયાની સર્વ ચેષ્ટાઓ રૂધી, ઉભા રહી ધ્યાન ધરવું. કર્મ ખપાવવાં. કમને ક્ષેપ કર, કર્મને ક્ષય કરો. 162-16. પુર. (1) નગર, (2) શરીર. 162-16. જીવ કમ પ્રકૃતિ સહિત...ઈત્યાદિ. પોતાની સમગ્ર 158 પ્રકૃતિ સહિત આઠે કર્મ જીવની સાથે લાગેલા જ છે માટે જ્યાં જ્યાં એ જીવ સંચાર કરે ત્યાં ત્યાં કમપ્રકૃતિ સાથે જ હાયસાથે જ સંચાર કરે. 163-1. પ્રચ્છદપટ. એઢવાનું વસ્ત્ર. આપ્તજન. સબધી જને. મલીમસ. (1) કૃષ્ણવણ, શ્યામ. (2) દુષ્ટ. 164-19. એક બાજુએ સિંહ ને બીજી બાજુએ નદી. આ વ્યાઘટી ન્યાય” કહેવાય. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust