Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ ગાડરીઓ પ્રવાહ તે મૂઓને જ શેભે 261 પ્રાપ્ત થયે હોય એમ વિચારવા લાગ્યઃ આહા! મારા પિતાને આ જ ભવને વિષે * હિંસાના મહા પાપનું કેવું ફળ મળ્યું ? વળી ભવાન્તરને વિષે પણ કાળ, મહાકાળ આદિ દુર્ગતિને વિષે દુઃખ સહન કરતાં એનું શું થશે ? સુલસ આમ ચિન્તવન કરતે હતો અને અન્ય સ્વજને આકંદ કરતા હતા એવામાં તો કાલોરિક એકપણ શરણ લીધા વિના પંચત્વ પામે; અને અપ્રતિષ્ઠાન નામની સાતમી નારકીને વિષે તેત્રીશ સાગરોપમને આયુષ્ય ઉત્પન્ન થયે. પછી સર્વ બાન્ધાએ મળીને સુલસને કહ્યું–હે સુબુદ્ધિ, ક્રમે કરીને પ્રાપ્ત થયેલ તારા પિતાનું પદ તું હવે સ્વીકાર. તારી જ કૃપાવડે સ્વજને અને સેવકે આજીવિકા ચલાવે છે, તે પ્રભુત્વ અને લેકેને સંતેષ-એ ઉભય જાતે છતાં તું શા માટે નિરૂદ્યમી રહે છે ? કાલશેકરિકને સ્થાને તું હવે અમારે થા; કારણકે નીતિશાલિ પુરૂષે સ્વામીના પુત્રને સ્વામીની સમાન રાખવાનું કહે છે. તુલસે કહ્યું–તમે આ કહ્યું તે મને ગડતું નથી; કારણકે હું આ પાપકર્મ કઈ રીતે કરવાને ઉત્સુક નથી. જીવને ઘાત કરીને પ્રભુત્વ અને બધુઓનું . પિષણ કરવું એ ઉભયથી સયું (એ બેઉ મારે કામના નથી ) કારણકે એ બેઉ દુર્ગતિના હેતુભૂત છે. એના બાલ્વેએ સુલસને કહ્યું-શું તારા પૂર્વજો મૂર્ખ હતા કે જેમણે સ્વજનોને અને ઈતર લેકેને આધારભૂત એવું આ કાર્ય અત્યારસુધી કર્યું છે ? પણ તું પંડિત ઠર્યો; અથવા તે તારું પાંડિત્ય જાણ્યું ! તું જ અમને ગળે પકડીને તારી પિતાની સાથે અમારો પણ વધ કરવા તૈયાર થયે છે! યથાસ્થિત કુલાચારને પાળે તેજ પુત્ર કહેવાય છે; કળાચાર નહિં પાળનારા મનુષ્ય અને તિર્યંચમાં કંઈ પણ અન્તર નથી. (કુળાચાર નહિં પાળનારા તિર્યંચ જેવા સમજવા. ) એ લોકો આ પ્રમાણે કહેવા લાગ્યા એટલે સુલસે એમને કહ્યું–શું આપણા પૂર્વજો પંગુ, વ્યાધિગ્રસ્ત, અબ્ધ કે દરિદ્રી હેય તે એમના વંશજોએ પણ એવા થવું ? ગાડરીઓ પ્રવાહ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust