Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ પરિષિક ટિપ્પણ. 285 હોટા ભયંકર નાગને મસ્તકે મણિ હોય છે અને એ, એઓ રાત્રીને સમયે ભક્ષ શોધવા નીકળે છે ત્યારે ચેદિશ પ્રકાશ પાડે છે એમ કહેવાય છે. 104-8. મેઘવૃષ્ટિથી કદમ્બ વૃક્ષ...ઇત્યાદિ મેઘની ગર્જના થાય ત્યારે કદમ્બવૃક્ષને અંકુરે કુટે છે એમ કહેવાય છે. 109-17. બાર બાર સૂપર વિજય....ઈત્યાદિ. એના દેહની કાતિ બાર સૂર્યોની એકત્ર કાન્તિ–તેજ-થી પણ અધિક હતી. હિન્દુ શાસ્ત્રકારોએ બાર સૂર્ય કહ્યા છે. એ બારે સામટા જગતના લય વખતે જ પ્રકાશતા કહેવાય છે. 109-18-19. ચરણે....નેત્ર.....ઇત્યાદિ. દેવનાં આ ખાસ લક્ષણે છે. એનાથી એઓ ઓળખાઈ આવે છે કે એઓ દેવતા છે, મનુષ્ય નથી. (જુઓ પૃષ્ટ 104-16.) દમયન્તીને સ્વયંવરમાં વરવા માટે જે વરૂણ આદિ દેવો નળનું જ રૂપ ધારણ કરીને આવેલા હતા એમને દમયન્તીએ એ જ લક્ષણેથી ઓળખી કાઢયા હતા. જુઓ નળાખ્યાન - साऽपशद्विबुधान् सर्वानस्वेदान् स्तब्धलोचनान् / भूमिष्टो नैषधश्व निमेषेण च मूचितः // ... 110-15. પૂર્વ તરફનો વાયુ..ઇત્યાદિ. બીજાં કારણેની સાથે પૂર્વના વાયુને સદ્ભાવ હોય ત્યારે જ મેઘવૃષ્ટિ થાય છે. ( 110. જ્યાં જ્યાં પ્રસંગે ઉપસ્થિત થયેલ છે ત્યાં ત્યાં સુઆદિનાં વણનોરૂપ વિષ, જે કાવ્યનાં અલંકાર ગણાય છે તે આ કાવ્યકાર આપવા શક્યા નથી. અહિં જેમ વષોડતુનું તેમ અન્યત્ર (પૃષ્ટ 160) શિશિરઋતુનું, અને (પૃષ્ટ 149) ગ્રીષ્મઋતુનું–એમ તાદશ વર્ણન આપ્યા છે. સ્ત્રી-પુરૂષના સુંદર સ્વરૂપ પણ ઉત્તમ ચિત્રકારની પછીથી ચીતર્યો છે. (જો કે મારા નમ્ર મત પ્રમાણે ચગીઓ-સાધુઓ અને તેમાં પણ શ્રી અડુતના પંચમહાવ્રત આચાયોએ આવા કાવ્યમાં અને અન્યત્ર (“અજિત શાન્તિ સ્તવન” જેવામાં) પણ હદને ઉલંઘીને સ્ત્રીનાં અંગે પાંગ-હાવભાવ આદિનાં કામોત્તેજક વન ન કર્યા હતા તે શી ખોટ જાત !) P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust