Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ પરિષિક ટિપ્પણી. 287 120-17. નિઃસંગ. ત્યાગી. પ્રભુતો ત્યાગી હતા પરંતુ ઈન્દ્રમહારાજાએ વ્યવહારોનુસાર, એક દેવદુષ્ય, જે એક લક્ષમૂલ્યનું હતું, તે પ્રભુને ખભે મૂકહ્યું હતું. એ મેળવવાની લાલસામાં એક બ્રાહ્મણ પ્રભુના વિહારમાં એમની પાછળ પાછળ ભમતો હતો. એ વાતની પ્રભુને ખબર પડી એટલે એમાંથી અરધું એ બ્રાહ્મણને આપી દીધું હતું. (બાકીનું અરધું પણ એના ભાગ્યે એને જ મળી ગયું હતું.) 120-18. અનન્ત વીર્યવાળા. શ્રી જિનભગવાનનાં ચાર વાનાં અનન્ત હોય છે. (1) અનન્ત વય, (2) અનન્ત જ્ઞાન, (3) અનન્ત ચારિત્ર અને (4) અનન્ત દશન. 120-19. ઉપસર્ગો. તિર્યંચ–અસુર આદિ કૃત કાયક્લેશ. 120-20. ઘાતકર્મ. આઠ પ્રકારનાં કર્મમાં જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મોહનીય અને અન્તરાય-એ ચાર “ઘાતિ” કહેવાય છે કેમકે એ આત્માના જ્ઞાન, દર્શન આદિ ગુણોને “ઘાત કરનારા છે ( કેવળજ્ઞાન થવા દેતા નથી). 1223. શરીર સુગન્ધમય.ઇત્યાદિ. અહિંથી શરૂ કરીને શ્રી જિન પ્રભુના જે ચેત્રીશ “અતિશય " એશ્વર્ય) Extraordinary Superhuman Qualifications કહેવાય છે તે વર્ણવ્યા . 121-10. વિરૂપપણું. (1) અરૂપીતા, (2) કદ્રુપતા 121-11. પૃષ્ઠભાગે. કારણ કે સામેને પવન નહિ સાર; પીડનેપાછળને સારે. - 121-14. ભાવકંટકે. કામ, ક્રોધ, લોભ, મેહ આદિ અભ્યન્તર શત્રુઓ. 122-21. સૂત્રાનુયેગને વિષે સુખે પ્રવેશ કરવાને....ઈત્યાદિ. સૂત્ર સહેલાઈથી સમજી શકાય માટે. પૂર્વાચાર્યોએ ચાર “દ્વાર” રચા છે. જેને પ્રથમ અભ્યાસ થયેલ હોય તો સૂત્રે સુખે-સહેલાઈથી સમજી શકાય છે. દ્રવ્ય-અનુગ, ચરણકરણ-અનુયોગ, ગણિત-અનુગ અને ધર્મકથા-અનુગએ ચાર અનુગરૂપી ચાર દ્વાર સમજવાં. - 122-26. દેવછંદ. સમવસરણને વિષે, પાછળ, તીર્થકર .P.AC. Guntainasuri M.S. Jun Gun Aaradhak Trust