Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund

View full book text
Previous | Next

Page 288
________________ 272 પરિષિષ્ટ-ટિપ્પણી. ૫૫–છેલ્લી. પિતાની બહેન વિદ્યાધર વેરે પરણાવી. પૂર્વે પૃથ્વીપતિ રાજાઓ અને આકાશગામી વિદ્યારે વચ્ચે કન્યા લેવા ! દેવાનો રિવાજ રાસગ્રંથ આદિ સ્થળોએ વર્ણવેલે પ્રસિદ્ધ છે. 60 -3. કળશની હારનો આશ્રય લઈને વાંસ રહ્યા. અહિં વાંસને આશ્રય લઈને કળશ રહ્યા” એમ વાંચવું. 60-5. આશ્રય લે. અહિં “ન આશ્રય લે ' એમ જોઈએ. - 60-8. અહિં લગ્ન સમયે સ્ત્રીઓના સંભાષણ વર્ણવ્યાં છે એવા જ પ્રકારના આલાપ–સંતાપ શ્રી ષભદેવના લગ્ન સમયે આનંદની રેલમછેલ કરતી રમણીઓના સુખમાં શ્રી હેમચંદ્રાચાર મૂકયા છે. જુઓ શ્રી આદિનાથ ચરિત્ર. શ્રી જે. ધ. પ્ર. સભાએ પ્રસિદ્ધ કરેલ. આવૃત્તિ પહેલી પૃષ્ટ 101. ર૩-૮. અભયકુમારની લગ્ન વિધિ. આ વ્યવહાર (સરાવસંપૂટનું ચૂરણ, યુગ-તરાક આદિથી પાંપણું વગેરે) શ્રી બાષભદેવના લગ્ન વખતે સ્વર્ગપતિ ઈન્દ્ર પાસે રહીને બતાવેલ અદ્યાપિપર્યત ચાલતો આવ્યો છે. જુઓ એજ ચરિત્ર પૃષ્ઠ 104. ૬૧–૨૬અષ્ટમીના ચંદ્રમાના ભ્રમથી. લલાટપર તિલક કરેલું છે તે કવિ કહે છે કે તિલક નથી પણ આદ્રા નક્ષત્ર છે જે (અષ્ટમીના ચંદ્ર અને લલાટ વચ્ચે સાદસ્ય હોવાથી) લલાટને ભૂલથી ચંદ્રમા અથોત્ પિતાનો પતિ સમજીને એની પાસે આવ્યું છે. (“આદ્રા નક્ષત્ર' એ એકજ તારાનું છે એટલે જ તિલક' નું ઉપમાન થઈ શકયું છે,–એ ધ્યાનમાં રાખવું). 64-22. અનિમેષ નેત્રે ...ઈત્યાદિ. એમ કહીને જાણે બોલ્યા વિના હદયના સંદેશા મોકલવા લાગ્યા ! આને અંગ્રેજીમાં speechless messages" કહે છે, જુઓ, "I did receive fair speechless messages" (Merchant of Venice.) "She speaks, yet she says nothing; what of that? "Her eye discourses, I will answer it" (Romeo and Juliet). P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336