Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ 260 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. . સંપન્ન એવા એ મંત્રીશ્વરે કહ્યું-અનેક પ્રાણીઓને વધ કરતાં તારા પિતાએ જે ઘેરપાપ ઉપાર્જન કર્યું છે તે, ભરેલા કુંભમાં જળ સમાતું નથી તેમ, સાતમી નારકીમાં પણ સમાયું નથી, અને આજ ભવમાં તારા પિતાની પાસે આવીને ઉભું રહ્યું છે. કારણકે અત્યન્ત ઉગ્ર પુણ્ય કે પાપનું ફળ આજ ભવમાં ત્રણ વર્ષમાં ત્રણ માસમાં ત્રણ પક્ષમાં અથવા ત્રણ દિવસમાં મળે છે. માટે એને હવે અતિ બીભત્સ વસ્તુઓનો અનુભવ કરાવો; કારણકે સન્નિપાતવાળાને કટુ ઐષધ જ અપાય છે. એ પરથી એ સુલસે ઘેર જઈ અભયકુમારના વચનપર શ્રદ્ધા રાખી પિતાને અતિ તીક્ષણકંટકની શય્યાને વિષે સુવાડ્યા; અત્યન્ત દૂર્ગધ મારતા પુરીષવડે એના અંગપર વિલેપન કર્યું, નીરસ, કુત્સિત અને તિખું ભેજન આપ્યું; અત્યન્ત ખારૂં, ઉષ્ણ અને તીખું જળ પીવાને આપ્યું, ઉંટ ખર પ્રમુખના કર્કશ શબ્દો શ્રવણ કરાવ્યા; કાણું–વામન–પંગુ-અબ્ધ વગેરેનાં રૂપ દેખાડ્યાં. એ સર્વને એ કલશોકરિક કસાઈ, પાપના ઉદયને લીધે, સુખરૂપ અનુભવવા લાગ્યા. એણે કહ્યું પુત્ર, આ શય્યા અતિ સુંદર અને માખણથી પણ કેમળ છે; આ સુગન્ધી વિલેપન નાસિકાએ પાન કરવા લાયક છે. આ ભેજન છે તે અતિ સ્વાદિષ્ટ અને દેવતાઓના ભેજનથી પણ ઉત્કૃષ્ટ છે. વળી આ જળ તે કેવળ થંડુ અને જાણે માનસ સરોવર થકી આણેલું હોય એમ મનપસંદ છે. આ શબ્દ પણ શ્રવણગોચર થાય છે તે અમૃત સમાન મધુર અને જાણે દેવતાઓના ગાયકે ગાતા હેયની એવા છે. આ રૂપ જે મારી દૃષ્ટિએ પડે છે તે પણ દેવતાઓના રૂપ જ, હાયની એવાં છે; એવાં પૂવે ન જોયેલાં રૂપનું મૂલ્ય પણ આંકી શકાય એમ નથી. મારા જન્મમાં તો મેં આવું સુખ કદાપિ અનુભવ્યું નથી, જ્યારે ભાગ્યમાં હોય છે ત્યારે જ દશા વળે છે. હે પુત્ર, તારા જેવા સુપુત્રે મને પ્રથમથી જ વિના કારણે શા માટે આવાં સુખથી દૂર રાખે ? પિતાની આવી ચેષ્ટા તથા વચને જોઈને સુલસ વૈરાગ્ય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust