Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ 262 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર, તો મૂર્ખને જ શોભે, નરકને વિષે લઈ જાય એ કુળચાર શા કામનો ? સદ્ય પાચન ન થાય એવું ભેજન ઉત્તમ હોય તે પણ શા કામનું ? વળી મારા પિતાનું આવું પાપકાર્યોથી ઉત્પન્ન થયેલું દુઃખ તમે જોયું છે છતાં પણ તમે આમ મૂર્ખતા ભર્યું કેમ બોલે છે ? અથવા તે બહુ શું કહેવું ! આવું અતિશય ઘર અને અશુભ ફળ આપનારું કાર્ય હું કરવાનો જ નથી. મિથ્યા આગ્રહને વળગી રહીને પુન: પણ સુલસના બધુઓએ એને કહ્યું-તું પાપકાર્યોથી ડરે છે માટે નિશ્ચયે તું વ્હીકણ છે. સર્વ પાપ અમે ભેગા મળીને વહેંચી લઈશું. તારે તે આ બાબતમાં ગંગાસ્નાન જ છે. ( તારે માથે કંઈ નથી. ) જેવી રીતે વિષ્ણુએ રાહુને શિરચ્છેદ કર્યો હતે તેવી રીતે તારે ફક્ત એક પાડાને શિરચ્છેદ કરવાને છે; પછીનું તે સર્વ અમે કરી લેશું. આવું સાંભળીને તે એમને પ્રતિબોધ પમાડવાને માત્મા સુલસે સદ્ય પિતાના પગ પર એક કહાડાવતી પ્રખ્તાર કર્યો. (આવા ઉત્તમ પુરૂષમાં શું સત્વ નથી હોતું? ) એટલે પ્રહારની વેદનાને લીધે તે પૃથ્વી પર પડી ગયું અને કરૂણસ્વરે રૂદન કરવા લાગેહે બધુઓ, મને આ પગમાં બહુજ પીડા થાય છે; માટે ગેત્ર વિભૂતિ-સુખમાં ભાગ પડાવે છે તેમ તમે એ મારી પીડા ભાગ પાડીને વ્હેચી ; કે જેથી હું ક્ષણમાત્રમાં સાજો થાઉં. એ સાંભળી પેલાએ કહ્યું-પારકી પીડા કેણ લેવાને સમર્થ છે ? ભરસમુદ્રમાં અગ્નિ લાગે તેને કેણુ બુઝવી શકે ? સુલસે કહ્યું-જ્યારે તમે એ મારું દુઃખ લેવાને શક્તિમાન નથી ત્યારે પ્રાણુના વધથી ઉત્પન્ન થનારું દુઃખ તમે કઈ યુક્તિથી લઈ લેવા સમર્થ થશે ? નદીના જળમાં ડૂબતો છતાં જે પ્રાણી બહાર નીકળી જઈ શકતા નથી તે સમુદ્રના જળના પુરમાંથી તે ક્યાંથી જ નીકળી શકશે ? જે કાર્ય જે પ્રાણી કરે છે તે કાર્યનું ફળ એ પ્રાણીને જ ભેગવવાનું છે. અગ્નિમાં પ્રવેશ કરે છે તેજ બળી જાય છે; તટસ્થ ( બાજુએ ઉભેલા ) હોય છે એમને કંઈ નથી. પ્રાણું એકલે જ આ સંસારમાં આવે છે અને કોના જળમાં ડબલ કઇ યુક્તિર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust