Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ 256 અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. ઉપાય બતાવે. એ સાંભળીને તીર્થકર મહારાજા પણ સમાધાનને માટે બેલ્યા- કપિલા બ્રાહ્મણી પાસે તું સાધુઓને દાન દેવરાવ અને કાળકરિકને (પ્રાણીઓને) વધ કરતો અટકાવ તો તારે નરકવાસ મટે. પણ અમને તે નિશ્ચય છે કે સોમનાથ મરવાને યે નથી; અને આચાર્ય એને કાષ્ટની ચિતા પર બેસાડવાના યે નથી. ' જિનેશ્વર ભગવાને કહેલી આ વાક્યાવલીને સંજીવિની સમાન સમજી એમને પ્રણામ કરીને મગધેશ્વર શ્રેણિક રાજા પિતાના નગર ભણું પાછો વળે. એ વખતે એજ દરેક દેવે એની પરીક્ષા કરવાને એને માયાવડે, જાળ નાંખી મત્સ્ય પકડતો એક મુનિ દેખાડે. એ મુનિને જોઈ એને બેલાવીને રાજાએ પૂછયું-આ શું આદર્યું ? મુનિએ ઉત્તર આપે આ મા વેચીને મારે એક ઉત્તમ કાંબળી લેવી છે. એ કાંબળી હું શરીર પર ઓઢીને વષોકાળને વિષે અપૂકાય જીવોની રક્ષા કરીશ. કારણકે દયા એજ ધર્મનું મૂળ છે. રાજાએ વિચાર્યું–આ મુનિ મુગ્ધ બુદ્ધિવાળા એટલે મૂખ જણાય છે કે એકેન્દ્રિયની રક્ષાને અથે પંચેન્દ્રિયને વિનાશ કરે છે. અલ્પ પાપનો ભય રાખે છે અને પડે છે તે તે બહુ બહુ પાપમાં; હવાડાથી હીએ છે, ને પડે છે કુવામાં. પછી એ મુનિને રાજાએ કંબળ અપાવી; કારણ કે શાસનની હીલણ થતી અટકાવવાને કુપાત્રને પણ ( દાન) . દેવું કહ્યું છે. આગળ ચાલતાં રાજાને દેવતાએ (માયાવડે ) એક ગર્ભવતી સાધ્વી દેખાડી કે જે દુકાને દુકાને કંઇ દ્રવ્ય માગતી હતી. આવી સ્થિતિમાં સાધ્વીને જોઈને રાજાને અત્યન્ત ખેદ થ; કારણકે આવું અગ્ય જોઈને યે શ્રાવક ન દુહવાય ? આ બીજી શાસનની હીલણ ઉત્પન્ન થઈ એ–ખેતીમાં જળના દુકાળને શમાવે ( 0 નું શમન કરે ) ત્યાં તેમાં તીડ આવવા જેવું થયું. આવી સાધ્વીઓ ભગવતી દીક્ષા ગ્રહણ કરીને પણ એને કેમ વૃથા ગુમાવે છે એમ ચિન્ડવીને રાજાએ એ સાધ્વીને બેલાવીને કહ્યું. એક અકાર્ય કરીને પુનઃ પાછું n એને શા માટે P.P. Ac. Gunnasun M.S.