Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ કલ્પદ્રુમ છતાં દારિદ્રય ? 255 ભગવાને કહ્યું–એણે “મરે” એમ કહ્યું તે એવા અભિપ્રાયથી કે આ ભવને વિષે રહેતાં તે કષ્ટ જ છે અને મૃત્યુ પછી મને મોક્ષ મળવાને છે તો મેક્ષ પ્રાપ્ત થાય માટે મરો” એમ કહ્યું છે. વળી હે રાજનૂ, તને આ જન્મમાંજ સુખ છે; મૃત્યુ પછી તો નરક મળવાનું છે, માટે જ તને એણે “જીવો” એમ કહ્યું છે; અને અભયકુમારને બેઉવાના કહ્યાં એ એવા અભિપ્રાયથી કે એ આ જન્મમાં ધર્મકાર્યો કરે છે અને મૃત્યુ પછી અન્યજન્મમાં પણ એ દેવગતિમાં જવાનું છે. માટે એ છે કે મને એ બેઉ સરખું છે. કાળશારિકને એણે બેઉ વાનને નિષેધ બતાવે એ એવા અભિપ્રાયથી કે આ જન્મમાં એ પાપકર્યો કરે છે અને મૃત્યુ પછી એ સાતમી નરકે જવાનું છે. શ્રી વીરપરમાત્માએ દરેક દેવનાં આચરિત વિષે ખુલાસો કરતાં શ્રેણિક રાજાની નરકગતિ થવાની કહી એ સાંભળીને એને કંપારી છુટીઃ અથવા તો નરકની વાત સાંભળતાંજ ભય ઉત્પન્ન થાય છે, તો એ દુઃખ ભેગવવા પડવાનું સાંભળીને થાય એમાં શું આશ્ચર્ય ? શ્રેણિકરાજાએ પૂછવું–હે જગન્નાથ, આપ જેવા મારા સ્વામી છતાં મારે નરકગતિ કેમ ? કલ્પદ્રુમ છતાં દારિદ્રય હાય નહીં. પ્રભુએ ઉત્તર આપ્ય—હે મહીપતિ, તે નરકનું જ આયુષ્ય બાંધ્યું છે; માટે તારે ત્યાં જ જવું પડશે; એ વિષયે અન્યથા સમજવું જ નહિં. હે રાજન, નિકાચિત કર્મ જે છે તેને અન્યથા કરવાને દેવ, દાનવ, ચકવર્તી કે અમે પિતે પણ સમર્થ નથી. જેમ મુનિની પાસે મહાબાહ રાજા કે રંકને વિષે જરાએ અંતર નથી તેમ એ કમની પાસે પણ નથી. હે નરપતિ, તું ભવિષ્યમાં થનારા વીશ જિનેશ્વરમાં પ્રથમ પદ્મનાભ નામે જિનેશ્વર થવાને છું માટે વૃથા ખેદ કર રહેવા દે. પણ શ્રેણિકભૂપતિએ પુનઃ વિજ્ઞાપના કરી કે- હે ભગવંત જેમ દુઃસાધ્ય એવા પણ સનિપાતને વિષે ઉત્તમ વૈદ્ય બુદ્ધિથી વિચાર કરીને ઔષધ આપે છે તેમ નિર્મળ કેવળજ્ઞાનરૂપી લોચનવાળા આપ મને દુર્ગતિથી છુટાવનાર કોઈ Ganratnasu M.S. Jun Gun Aaradhak Trust