Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ વિધાતાની અનુકુળતા દેહ જ સ્વર્ગ. 251 બળવાન એ વિધાતા અનુકુળ હોય છે ત્યારે ન ધાર્યું હોય એવું બને છે અને તે પ્રતિકુળ હોય છે ત્યારે ધાર્યા કાર્ય પણ પડ્યાં રહે છે. માટે હવે મારા કૌશામ્બીન લેકેને મારી આ શરીરની કાન્તિ નજરે પાડું, કારણ કે જ્યાં સુધી લેકે દેખે નહિ ત્યાં સુધી ગમે એવી શ્રેષ્ઠ શાભા હોય તેથી પણ શું? વળી મારા કુપાત્ર પુત્રેની શી દશા થઈ છે એ પણ હું જોઉં કારણ કે ભાગ્યશાળી પુરૂષે જ પોતાના ઉદાર પામોને નજરે જુએ છે ! એમ વિચારીને પાછો વળી નગરી ભણી ચાલ્યું. નગરમાં પ્રવેશ કર્યો એટલે નગરવાસીઓ એને વિકસ્વર નેત્રોથી જોઈ રહ્યા, અને કહેવા લાગ્યા “અહો ! આ વિપ્ર કયાંથી આવે તદ્દન નીરોગી થઈ આવે? તારી સ્થીતિ બદલાઈ ગયેલી જોઈને અમને અત્યન્ત આશ્ચર્ય થાય છે! " બ્રાહ્મણે એમને ઉત્તર આપે-નિરન્તર એકાગ્ર ચિત્તે ઉત્તમ તીર્થની સેવા થી મને દેવ પ્રસન્ન થયા અને એણે મારો વ્યાધિ દૂર કર્યો. અથવા તે-દેવતા પ્રસન્ન થાય છે તે આ દેહુ જ સ્વર્ગ બનાવી દે છે. લેકે કહેવા લાગ્યા–અહે ધન્ય છે આ વિપ્રને કે દેવતાની કૃપા એણે પ્રાપ્ત કરી ! આમ પ્રશંસા પામતા સેડૂબકે પિતાના ઘરમાં પ્રવેશ ક, તો અનેક કીડાઓથી ખવાઈ ગયેલા પત્રવાળા વૃક્ષની જેમ મહા વ્યાધિથી પીડાતા એના પુત્રો એની નજરે પડયા. અત્યન્ત હર્ષ સહિત પિતાએ પુત્રોને કહ્યું- હે કુપુત્રો, તમે મારી અવજ્ઞાનું પૂરેપૂરું ફળ ભેગવે. એ સાંભળી પુત્રી કહેવા લાગ્યા-હે તાત, તમે આવું નિર્દય આચરણ તમારા જ પુત્રો પ્રત્યે કેમ કર્યું ? તમારી બુદ્ધિ ચળી ગઈ છે! તમે આવું કુકર્મ કરતાં પાપથી પણ ડયી નહિં અથવા તમારા આ પળીઓથી પણ લજ્જા પામ્યા નહિં ? એ સાંભળી પિતા પણ હોટેથી આકોશ કરી બોલ્ય---અરે દુટો ! તમારા પિતાનાં કાર્યો તે તમે સંભારે કે તમે તમારા પિતાને પણ કેવી રીતે એક શ્વાનની પેઠે પરાભવ કર્યો છે! તમારા પિતાના જ પાપને લીધે ભય ને લજજા બેઉ જતા રહ્યા છે તેથી જ તમે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust