Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ 250 અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. પશુ આને એને આપે; અથવાતો યુવાનોને મતિ ક્યાંથી હોય? સેડબકે પશુને અન્નની સાથે પિતાના અંગમાંથી નીકળતું મળ-પરૂ આદિ પણ આપવા માંડ્યું. એમ કરતાં જ્યારે પશુની સાતે ધાતુઓ મહા કુષ્ટરોગે ભેદી નાખી ત્યારે એને મારી નાખીને વિપ્રે પિતાના પુત્રોને સેં. એમણે પણ પિતાને અભિપ્રાય નહિં સમજીને એ પશુનું ભક્ષણ કર્યું. એટલે પિતા જાણે કૃતાર્થ થયે હાયની એમ આનન્દ પામવા લાગ્યો. એણે પુત્રોને કહ્યું-હું હવે નિશ્ચિત થયે છું એટલે કે તીર્થસ્થળે જાઉં છું. આ જન્મને તે આમ અંત આવ્યે માટે હવે અન્ય જન્મ કરવાની મારી ઇચ્છા છે. પુત્રોને આ પ્રમાણે કહીને સંબક બ્રાહ્મણ સપના રાફડામાંથી ભાગી નીકળતો હોયની એમ ઘર થકી ચાલી નીકળ્યા. ચાલતા ચાલતાં અસંખ્ય ભયાનક જાનવરવાળા એક અરણ્યમાં આવી પહોંચે. માર્ગના શ્રમથી થાકેલા અને સૂર્યના તાપથી અકળાઈ ગયેલા ડુબકને, એના કુષ્ટરોગની સાથે સ્પદ્ધો કરતી હોયની એવી તૃષાએ મુંઝ. પાણી પાણું કરતે આમ તેમ ભટકતો હતો એવામાં એના જીવિતવ્યની આશા સમાન એક પાણુને ધરે એની દૃષ્ટિએ પડયે. તીરપર ઉગેલાં હરીતકીખદીર-આમળા-લીંબડા–બાવળ વગેરે વૃક્ષોનાં પુપ અને ફળ એ, ધરાના અત્યન્ત તપી ગયેલા જળમાં પડ્યા કરતાં હોવાથી એ જળ જાણે કવાથ [ઉકાળા જેવું દેખાતું હતું. એવું જળ પણ સેડુબકે અમૃત સમાન માનીને પીધું: પ્રસ્તાવ એટલે અમુક અવસર જ ખરેખર વસ્તુઓને અમુલ્યપણું બક્ષે છે. જેમ જેમ એ જળ પુનઃ પુનઃ પીવા લાગ્યા તેમ તેમ એને વિરેચન થવા લાગ્યું અને શરીરમાંથી કૃમિઓ બહાર નીકળવા લાગ્યા. તેણે આ પ્રમાણે નિરન્તર કરવું શરૂ રાખ્યું તેથી અલ્પ સમયમાં એની કાયા સુવર્ણની સમાન અત્યન્ત દેદીપ્યમાન થઈ ગઈ. પિતાના શરીરની એ પ્રકારની કાન્તિ જોઈને તે અન્તઃકરણને વિષે અત્યન્ત હર્ષ પામવા લાગ્યું કે મેં સ્વપ્નને વિષે પણ આરેગ્યતા પ્રાપ્ત થશે એવું ધાર્યું હતું. મહા P.P. Ac. GunratnasuPPM.S. SUNRed