Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ . “ધર્મ' ની વ્યાખ્યા. 225 રણક્ષેત્રને વિષેથી પલાયન કરી ગયેલાઓની પેઠે અમે રાજાને સુખ બતાવવાને અસમર્થ હોઈને (ત્યારથીજ) અહિં રહ્યા છીએ. સ્વામીની સેવાથી ભ્રષ્ટ થયેલા એવા અમે અહિં ચોરવૃત્તિથી જ આજીવિકા ચલાવીએ છીએ; કારણકે સ્થાન થકી ભ્રષ્ટ એવા દંત-કેશ-નખ અને માણસે શુભતા નથી. સાધુએ કહ્યું-અરે, તમે અહિ આ પ્રમાણે દુઃખમાં રહે છે એ યુક્ત નથી, કારણકે આ નરજન્મ છે તે યુગશમિલાન્યાયે દુર્લભ છે. પિલાઓએ પૂછયું- સ્વામી યુગ મિલા શું ? ત્યારે ભવ્યજનને પ્રતિબંધ પમાડવાને વિષે ચતુર એવા મુનિએ કહ્યું-કેઈ માણસ સમુદ્રના પૂર્વ ભાગમાં એક યુગને લઈને નાંખે, અને એના છેક પશ્ચિમ ભાગમાં એ યુગની સળીને લઈને નાંખે, તે જેમ ઘણકાળે પણ એ સળીને યુગના છિદ્રને વિષે પ્રવેશ દુર્લભ છે, તેમ મનુષ્યને ભવ પણ એકવાર ગુમાવ્યું તો પુનઃ મળ દુર્લભ છે. વળી એ સળી તે કઈવાર પણ પ્રચંડવાયુથી ઉછાળા મારતા મેઝઓથી પ્રેરાઈને એ યુગના છિદ્રને પામે પણ ખરી; પરતુ નિદ્રા-હાસ્ય કષાય આદિથી વૃથા ગુમાવેલ મનુષ્યજન્મ તો બીજીવાર મળતાજ નથી. માટે હે વિવેકી સામન્તો, સર્વ પુરૂષાર્થને સધાવવાવાળા એ નરજન્મ પ્રાપ્ત કરીને ધર્મકાર્યને વિષે પ્રવૃત્ત થાઓ. મન, વચન અને કાયાએ કરીને નિરન્તર ત્રસ અને સ્થાવર પ્રાણીઓની ઉત્તમ રક્ષા કરવી-કરાવવી અને કરવાની અનુજ્ઞા આપવી તથા સર્વદા સર્વ પ્રાણીઓને વિષે અનુકમ્પાવાળું-લકાને પ્રિય–અને પહેલેથી વિચારેલું એવું સત્ય ભાષણ કરવું વળી સૂક્ષ્મ કે બાદર પણ પારકી વસ્તુને મહા સપના વિષની પેઠે ત્યજી દેવી; અને સર્વ દેવ-મનુષ્ય અને તિર્યંચની સ્ત્રીઓને યાજજીવ મનવચન-કાયાએ કરીને માતા અને બહેન સમાન નિરખવી; તથા અપથ્યને વિષે જેમ રેગી કરે તેમ, બાહ્યઅત્યંતર સર્વ પરિચહને વિષે સદાકાળ મૂછને ત્યાગ કરે; એ ધમ ? કહેવાય છે. એ ધર્મ ઉત્કૃષ્ટ બધુ સમાન છે; પરમવત્સળ મિત્ર જેવો છે; વળી દુ:ખરૂપી સપને દૂર કરવા મહામંત્રતુલ્ય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust