Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ હસ્તીને મિક્ષ. 229 પણ એમને વિનાશ શા માટે કરવો જોઈએ ? સર્વ વસ્તુઓને આહાર કરવામાં અધિક પાપને લાભ થાય છે. પણ વિચક્ષણ હેય તેજ આવક તથા વ્યયને પૂર્ણ વિચાર કરે છે. " પોતાની બુદ્ધિએ જીવદયાતત્પર એવા એ તાપસીએ આ પ્રમાણે “ધર્મ” ને કલ્પી કાઢીને હમણું એક હસ્તીને પિતાની એક મહાન્ત પુંજી હાયની એમ વધ કરવાને બન્ધનાવતી બાંધ્યું હતું. મહેટી શંખલાને વિષે રહેલે આ હસ્તિ ક્યાં હતું તેજ માગે જંગમ જીવન-એષધ જ હેયની એવા આદ્રકમુનિ ચાલવા લાગ્યા. અનેક લોકે જેને ભક્તિસહિત વંદન કરી રહ્યા છે એવા તથા પાંચ સાધુઓના પરિવારવાળા આ મુનિને જોઈને લઘુકમ એટલે હળુકર્મ હોવાથી એ હસ્તિ વિચારવા લાગ્ય–આ મુનિને નમન કરનારાઓને ધન્ય છે, હું પણ એને હમણાં જઈને નમું-પણુ મને તે તસ્કરની જેમ બાંધે છે માટે હું હનપુણ્ય છું; એટલે શું કરું ? એટલામાં મુનિની દૃષ્ટિ પડવાથી એની સાંકળ જીર્ણ થઈ ગયેલા દેરડાની પેઠે ત્રુટી ગઈ; કારણકે એના પ્રભાવથી તે કર્મના બબ્ધ સુદ્ધાં સત્વર નાશ પામે છે. (સાંકળનું બન્ધન ગયું એટલે ) હસ્તિ પરમભક્તિ સહિત વંદન કરવાને મુનિ સન્મુખ દેડ્યો. એટલે કે એના ભયથી તરફ નાસવા લાગ્યા. પણ મુનિ તે એમને એમ ઉભા રહ્યા તેથી માણસ એકમુખે બોલવા લાગ્યા-આ હસ્તી નિશ્ચયે મુનિને હિણશે; કારણકે પશુઓને કાર્યકાર્યને વિવેક હોતો નથી. પણ એ હસ્તી તો જઈને સુંઢ નીચી નમાવીને મુનિને ચરણે પડ્યો-તે જાણે એમ જણાવતે હેયની કે આ ચરણના પ્રતાપે મારે મેક્ષ થયા છે. મુનિને વારંવાર પૂર્ણ હર્ષથી નિહાળતો હસ્તી તો ક્ષણમાં મહા અટવીમાં જ રહ્યો. (પણ) નિને આ પ્રભાવાતિશય જોઇને તાપને એના પર કૈધ થયે; ( કારણકે ) ક્યા અવિવેકીને ગુણવાન તરફ મત્સર નથી થતો ? મુનિએ અતિશય કમળ વાણીથી તાપસેને કહ્યું-તમે આ ધર્મને મિથ્યાજ્ઞાનવડે પ્રકલ્પ છે. (ધર્મ છે એનું તમને જ્ઞાન નથી ) P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust