Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ 228 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. પ્રમુખ વિના આ પુરૂષકાર ( ઉદ્યમ) એકલે જ હેતુરૂપ નથી; કારણકે પ્રયત્ન કર્યો છતે પણ ભૂમિમાંથી જળ નિસરતું નથી એમ પણ કવચિત્ બને છે. માટે એ સર્વે ભેગાં મળીનેજ (કેઈ) કાર્યના હેતુભૂત થાય છે. એક જ વસ્તુમાંથી કદિ પણ બીજી વસ્તુ સંભવતી નથી; સર્વ વસ્તુઓ સામર્થ્ય (સઘળી-ઘણી–અનેક વસ્તુઓ.) થકી ઉત્પન્ન થાય છે, માટે નિશ્ચયે આ વિવાદના વસ્તુ રૂપ કાર્યની ઉત્પત્તિ અન્વય-વ્યતિરેકને અનુવિધાયિત્વને લીધે નિયતિ પ્રમુખ સર્વના એકત્ર મળવા થકી જ થાય છે. જેના અન્વયવ્યતિરેકનું જે અનુવિધાન કરે છે તે તેમાંથી ઉત્પન્ન થાય છે. દૃષ્ટાંત તરીકે (જેમકે ) અંકુર એ બીજાદિનો અનુવિધાયક છે. વળી વિવાદના વસ્તુરૂપ એવું એ કાર્ય કાળાદિ સામગ્રીનું અનુવિધાયક છે માટે એ એમાંથી જ ઉત્પન્ન થાય છે એવું અનુમાન પણ થાય છે. આ પ્રમાણે યુક્તિ-પ્રમાણ આદિવડે આદ્રકમુનિએ પરાજય પમાડ્યો એટલે એ ગોશાળ ( બે ) મિન રહ્યો; કહ્યું છે કે સૂર્યના પ્રતાપ આગળ પતંગીયું કયાં સુધી તેજસ્વી દેખાય ? બેચરાદિ પણ હર્ષ સહિત જયમંગળ શબ્દ કરતા, યુદ્ધને વિષે વિજય પામેલા સુભટની જેમ આદ્રકમુનિની કસ્તુતિ કરવા લાગ્યા. -અહીંથી આગળ ચાલતાં આદ્રકમુનિ હસ્તિતાપસ નામના એક આશ્રમ પાસે આવી પહોંચ્યા. તે આશ્રમની ઝુંપડીઓ સ : તાપસ અને તાપસીઓથી પુરાઈ ગઈ હતી. વળી ત્યાં તડકામાં હસ્તિનું માંસ પડેલું હતું; તથા સર્વત્ર હસ્તિનાં અસ્થિ-ચમ–દાંત આદિ વેરાયેલાં પડ્યાં હતાં તેથી એ એક ખાટકીના ઘર જેવું જણાતો હતે. એ તાપસે અહીં નિરન્તર હસ્તિઓને જ હણી અર્વાચીન માંસાહારી લોકેની પેઠે માંસપર જ નિર્વાહ કરતા હતા. એમને અભિપ્રાય એવો હતું કે એક હસ્તિનું માંસ ઘણુ કાળ સુધી ચાલે છે માટે અકેક હસ્તિને જ હણ એ સારું છે. કેળ-ભૂંડ-છાગ-હરણ મસ્ય-મૃગ આદિ પ્રાણીઓ આવે છે તથા ધાન્ય પણ બહુ બહુ પ્રકારનાં થાય છે . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust