Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ 230 અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. આહાર વિના આ દેહ ટકી શકતો નથી એ વાત તે સત્ય છે પરન્તુ એ આહાર ધાન્યને હેય તેજ સારે છે. સર્વ સાવધને જેમણે ત્યાગ કર્યો છે. એવા યતિઓને, સચિત્ત આહાર અથવા તો ગૃહસ્થાએ એમને અર્થે પ્રાસુક કરેલ હોય એવો પણ, કલ્પ નથી; તે આ કાચું માંસ પકવે છે તેમાં અને પકવ્યા પછીનામાં પણ અનન્ત જીવ ઉત્પન્ન થાય છે એવા માંસની વાત જ શી કરવી ? એક હસ્તી હણો એ સાર–એ જે તમારે અભિપ્રાય છે તે પણ યુકત નથી, કારણકે પંચેન્દ્રિય જીવનું ચેતન્ય ગુરૂ હોય છે અને એકેન્દ્રિયનું ચિંતન્ય તે સ્વપ હય છે. આવી આવી યુકિતવડે આદ્રકમુનિએ એ તાપસને સદ્ય પ્રતિબંધ પમાડ્યો; અને એમને શ્રી મહાવીર ભગવંતના સમવસરણમાં મોકલ્યા. ત્યાં તેમને વૈરાગ્ય ઉત્પન્ન થવાથી તેમણે દીક્ષા ગ્રહણ કરી. એવામાં હસ્તીના મેક્ષની અને તાપસેના પ્રતિબંધની વાત સાંભળી શ્રેણિક રાજા અભયકુમારને લઈને આદ્રકમુનિ પાસે આવ્યું અને એમને સહપરિવાર વંદન કર્યું. મુનિએ પણ કલ્પવૃક્ષ સમાન ઈચ્છિત આપનારે એ ધર્મલાભ દીધું. રાજાએ પૂછયું–હે મુનિ, શિલેશીકરણથી જેમ અગી એવા મુનીંદ્રને તેમ, તમારા દર્શનથી આ હસ્તીને મોક્ષ થયે એ ચિત્રથી, ભીંતની પેઠે મારું મન પૂરાઈ ગયું છે. એ સાંભળી સરલ હૃદયવાળા મુનિએ કહ્યું- હે રાજન, એ હસ્તિને મેક્ષ થયે ( છુટ્યો ) એમાં કંઈ દુષ્કર નથી; તરાકથી કાંતેલા સૂતરના બંધનમાંથી છુટવું એજ દુષ્કર છે. એ સાંભળીને વિરમય પામેલા શ્રેણિકરાજાએ પ્રશ્ન કર્યો–હે ભગવન, આ તરાકના સૂતરની વળી શી વાત છે (એતો કહો). મહર્ષિએ, એ પરથી ભવ્યજીને સ્વર્ગ અને મેક્ષ સુદ્ધાં પ્રાપ્ત કરવામાં (અપાવવામાં) જમાનરૂપ એવું પિતાનું ચરિત્ર કહી સંભળાવ્યું. અનેક સત્વથી સંકીર્ણ એવું મુનિનું ચરિત્ર સાંભળીને રાજા, અભયકુમાર અને સર્વ માણસે વિસ્મય પામ્યા. 1 ચિત્ર==૧) બી, (2) વિચિત્રતા P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust