Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ અભયકુમાર–એને મિત્ર આદ્રકકુમાર. 207 ધનવાળા, સચિકને આનન્દ આપવાવાળા તથા વૃત્તને વિધ્વસ કરનારા એવા દિનપતિ-સૂર્યની પેઠે અત્યંત ભાગ્યવાન એવા મારા સ્વામી સર્વ પ્રકારે કુશળ છે. પછી આદ્રકકુમારે પિતાના જેવી પ્રીતિ છે એ આ શ્રેણિકરાજા કેણ છે? આકરાજાએ કહ્યુંહે વત્સ, એ શ્રેણિક રાજા મગધદેશને અધિપતિ છે. તેના પૂર્વજોની સાથે આપણા પૂર્વજોને સદા મિત્રાચારી હતી. તે સાંભળી વસન્તમાસની શરૂઆતમાં આમ્રવૃક્ષ પુષ્પથી ભરાઈ જાય તેમ, આદ્રકકુમાર ઉભરાઈ જતા હર્ષના માંચથી પૂરાઈ જઈ આ પ્રમાણે કહેવા લાગ્યું–હે સચિવ, ચંદ્રમાને જેમ બુધ તેમ શ્રેણિકરાજાને સર્વગુણસંપન એ કઈ પુત્ર છે કે હું તેની સાથે સત્યને અને પવિત્રતાને તથા ન્યાયને અને શૈરવને છે તેવી શાશ્વતી મિત્રી કરવા ઈચ્છું છું. સચિવે ઉત્તર આપે-તે સ્વામિન, અમારા શ્રેણિકમહારાજાને પાંચસેએ મંત્રીઓમાં મહેટ અભયકુમાર નામે પુત્ર છે. એ ઉત્પત્તિકી બુદ્ધિનું તો જાણે ધામ છે, કરૂણામૃત સાગર છે, અને પરોપકાર કરવાને વિષે નિરન્તર તત્પર છે. વળી એ કલાવાન, ધર્મવેત્તા તથા પરાક્રમી છે; એટલું જ નહિ પણ યાચકના મનવાંછિત પૂર્ણ કરવાને વિષે કલ્પવૃક્ષ સમાન છે, ગુણ અને અગુણના ભેદ જાણનારે છે, કૃતજ્ઞ છે તથા લોકપ્રિય છે. તમે એને દૃષ્ટિએ તે વખતે નહિં જે હોય, પણ શું તમે એના વિષે કાને સાંભળ્યું પણ નથી ? શું સહસ્ત્રકિરણ–સૂર્યને કેઈ ન જાણતું હોય એમ બને ખરું? સકળ પૃથ્વીને વિષે એવા કઈ પણ ગુણ નથી કે જેઓએ - આકાશને વિષે તારાગણની જેમ એનામાં વાસ નહિં કર્યો હોય. પછી આદ્રકરાજાએ કહ્યું- હે પુત્ર, તું શ્રેણિકરાજાના પુત્રની સાથે મિત્રાચારી કરવા ધારે છે એ બહુ યુદ્ધ છે; કારણકે કુલકમાગત રીત-રિવાજને કણ નથી અનુસરતું ?" આ પિતાને 1 (1) ઉત્તમ પ્રાંતોને સમુહ. (2) ચક્રવાકપક્ષી.. . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust