Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ સર્ગ 5 મ. લક્ષ્મીને કીડાપ્રદેશજ હોયની એ એક મધ્યસ્થલેકેથી વસાયલે આદ્રદેશ નામે દ્વિીપ છે. એ દ્વીપને વિષે સુગંધી પદાર્થોની બજાર જેવું એલચી–લવિંગ-કોલી-જાઈફળ આદિના વૃક્ષેથી મઘમઘી રહેલું વન હતું. જાતિવંત મુક્તાફળની જેમ એની ભૂમિ જળયુક્ત હતી; તથા મેંઢા નિમાળાથીયુક્ત હોય છે તેમ, લીલાઘાસના સમૂહથી ભરપૂર હતી. છીપને વિષે મુક્તાફળના સમૂહ નીપજે છે તેમ, એને વિષે સર્વત્રતુઓના ધાન્ય અને કણ પુષ્કળ ઢગલાબંધ નીપજતા હતા ત્યાં આ આદ્રક (આદુ) ની પિઠે ચિત્તને ચમત્કાર પમાડનાર આદ્રક નામે એક પ્રખ્યાત નગર હતું. એ નગરની હાથીદાંત-પરવાળાં–મુક્તાફળ–માણિક્ય આદિથી ભરેલી બજાર, જાણે સાક્ષાત્ એમની ખાણોજ હાયની એમ શોભી રહી હતી. ઉડી જળભરેલી અને કમળ પુએ કરીને યુક્ત એવી એની વાવ જાણે એને જોવા આવેલા નેત્ર પ્રસારી રહેલા પાતાળભુવનેજ હોયની ( એવી જણાતી હતી). ત્યાં છેદ ઇંધનને વિષેજ હતું, બંધન પુષ્પને વિષે જ હતું, નિન્દા મૂખ જનોની જ થતી હતી, અને નિપીડનર વસ્ત્રોને વિષેજ હતું. આ નગરમાં અથી જનેને દાન દેવામાં કલ્પવૃક્ષ જેવો એક આદ્રક નામે રાજા હતો. જયલક્ષમીરૂપી ઉત્તમ સ્ત્રીને પ્રાપ્ત કરવાને ઉસુક એવા એ મહીપતિને એનું સર્વત્ર અખલિતપણે પ્રસરતું ખગ્ગજ નિરન્તર દૂતનું કાર્ય કરતું. એના એ ખગ્રરૂપી વાયુથી ચારરૂપી વૃક્ષે નાશ પામ્યાં હતાં એમાં કંઈ આશ્ચર્ય નહેતું; વિચિત્ર જ એ હતું કે એનાથી મોટા મહેતા મહીપતિઓ પણ નાસી જતા હતા. વળી એ પણ એક ચમત્કાર જેવું જ હતું કે એ 1. જળ (1) તેજ. મેતી તેજસ્વી કે પાણીદાર; (2) પાણ-નીર. ત્યાં જળાશય બહુ હતાં. 2. નીચોવવું તે. 3. મહીભક્ત થકી ઉત્પન્ન થઈને પાછી મહીભના જ મસ્તકને વિષે આરૂઢ થાય એ આશ્ચર્ય-વિરોધ. શમાવતાં મહીભના બેઉ જગ્યાએ જુદા જુદા અર્થ લેવા. (1) રાજા (2) પર્વત. રાજાથકી ઉત્પન્ન થયેલી એટલે રાજાની કીત પર્વત પર પણ પહોંચી હતી–અર્થાત બહુ વિસ્તરી હતી. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust