Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ પૂર્વભવનું મરણ. 21 અધમતી પણ સાથીઓની સાથે તે વખતે આવી હતી. મેં સવેગથી દીક્ષા ગ્રહણ કરી હતી તે પણ બધુમતીને જોઈને મને પૂર્વના ગવિલાસ યાદ આવ્યા; કારણકે કર્મની ગતિ વિચિત્ર છે !. એટલે હું આત્માને ભૂલી જઈને એને વિષે અતિ અનુરક્ત થયે; કારણકે કામને વશ થયેલે પ્રાણી પિતાની અવસ્થા ભૂલી જાય છે. પછી મેં મારો અભિપ્રાય એક બીજા સાધુને જણાવ્યું હતું, તેણે પણ તે પ્રવતિની-સાધ્વીને જણાવ્યું હતું કારણકે સજજને નિરન્તર પાપભીરુ હોય છે. પ્રવતિનીએ પણ એ મારે અભિપ્રાય બધુમતીને નિવેદન કર્યો, કારણકે સર્વે ધાર્મિકજનની આવી જ મતિ હોય છે. તે જાણીને સતી સાધ્વી બંધુમતી વિષાદ પામી; કારણકે ધર્મકાર્યોને વિષે વિપરીતતા જોઈને કેને ખેદ ન થાય? પછી એણે પ્રવતિનીને કહ્યું–જે ગાઢ અનુરાગને લીધે એ મદેન્મત્ત હસ્તાની પેઠે પિતાની હદનું ઉલ્લંઘન કરશે તે વૃદ્ધ થયેલી ગાયની પેઠે મારા જેવી અબળાની કોણ જાણે કયા પ્રકારની ગતિ થશે ? હું દૂર દેશાત્રે જઈશ તે પણ ચંદ્રમા જેમ કુમુદ્વતીને તેમ એ મારે રાગ મૂકશે નહિં. આમ એ મ્હારે નિમિત્તે ભવસાગરને વિષે પડશે; પણ છે સ્વામિનિ, મારું કે તેનું શીલ ખંડિત ન થાય એટલા માટે હું તે નિશ્ચયે સત્વર મૃત્યુ અંગીકાર કરીશ; કારણકે વિષમ કાર્ય આવી પડે ત્યારે પ્રાણુ ત્યાગ કરવા એજ સારૂં છે. " એમ કહી મહા સત્વને ભંડાર એવી એ બધુમતી સાધવીએ અનશન કરી દેહને અને તેની સાથે વિપત્તિને પણ અંત આણ્યે. એટલે ક્ષણમાં એ તે વર્ગને વિષે ગઈ કારણકે એવી રીતે મૃત્યુ પામેલા શુદ્ધ આત્માવાળાઓની --શુભ ગતિ હેય છે. પછી એને વૃત્તાન્ત જાણુ હું તો પિશ્ચાત્તાપ કરવા લાગે. અહે! ધિક્કાર છે મને ! કે મેં આવું પાયકાર્ય કર્યું. કેમકે મેં એવી પ્રાર્થના કરીને બંધુમતીસાવીને ઘાત કર્યો, તેથી મને ત્રાષિહત્યાજ ફક્ત નહિ પણ સ્ત્રીહત્યા સુદ્ધાં લાગી. તેથી મને નરકને વિષે પણ રહેવાનું નહિં મળે; અને આ લોકમાં તે હું સદા નિન્દાપાત્ર થઈશ. પુરૂષ થઈને 1. થરામથી-વિરાગ દશાથી જ P.P.AC. Gunratnasuci M.S. Jun Gun Aaradhak Trust