Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ મિત્રદર્શનની કંઠા. . ર૧૩ ચંદ્રમાના દર્શન કરવાને તેમ હું શ્રેણિકપુત્ર-અભયકુમારના દર્શન કરવાને અતિ ઉત્કંઠિત થયે છું. પુત્રવિયોગ સહન કરવાને અશક્ત એવા આદ્રક રાજાએ કહ્યું- હે વત્સ, પરદેશગમન સારૂં નથી, કેમકે પરભૂમિ નિરન્તર વિદ્મયુક્ત હોય છે. માટે હે પુત્ર, તું અહિંજ રહીને એની સાથે મિત્રાચારી બાંધ; કારણકે એકબીજાથી દૂર રહેતા એવા પણ મેઘને અને મયૂરને મિત્રી નથી શું ? આપણું અને એના પૂર્વજો વચ્ચે જે પ્રીતિ હતી તે પણ એ પ્રમાણે જ હતી માટે તું પણ એમજ કર, કારણકે કુળને સંપ્રદાય હમેશાં શ્રેયસ્કર છે. " પિતાએ આમ કહ્યાથી, પત્નીને વિષે અનુરક્ત અને સાથે રણક્ષેત્રને વિષે ઉત્કંતિ એ સુભટ યુદ્ધને વિષે જઈ શકતો નથી તથા યુદ્ધથી દૂર પણ રહી શકતો નથી તેમ આદ્રકકુમાર પણ પિતાની આજ્ઞા છતાં અહિં રહી શક્યા નહીં, તેમ અભયકુમારના દર્શનની ઉત્કંઠા છતાં તેની પાસે પણ જઈ શો નહીં. એટલે ત્યારથી એ સર્વદા, હસ્તી જેમ મદના બિન્દુએ વર્ષાવે તેમ, અશજળની ધારા વર્ષાવવા લાગ્યું. જે દિશાને વિષે અભયકુમાર રહેતા હતા તે દિશા તરફ નિરન્તર મુખ કરીને એ ભેજન-આસન-સ્નાન-શયન પ્રમુખ કિયાએ કરવા લાગે. પક્ષીની પેઠે પાંખ કરીને પણ ઉડીને એની પાસે એકદમ જવાને એ ઈચ્છવા લાગ્યું. એના વિના એને એકાન્તમાં કે માણસેના સાથમાં પણ, જળ વિના મલ્યને જેમ સ્થળને વિષે તેમ, ચેન પડતું નહિં. એથી એને મળવાની ઉત્કંઠાને લીધે પિતાના માણસે સુદ્ધાને પૂછયું કે--મગધદેશ કઈ દિશાએ આવેલ છે તથા એમાં રાજગૃહ નગર પણ કયાં આવ્યું ? * પુત્રની આવી ચેષ્ટા જોઈને ભૂપતિએ પણ વિચાર્યું કે નિસંશય હવે આ મારે પુત્ર અભયકુમાર પાસે ગયા વિના નહિં રહે; હું જોઈ રહીશ ને એ હાથમાંથી જતો રહેશે, કારણકે જેનું મન ઉછળી રહ્યું છે તે કોઈ દિવસ રહે ખરે ? માટે હવે હું એને એવી સારી રીતે કબજામાં રાખું કે જેથી એ ભાગી જઈ શકે જ નહીં; કારણકે પાંખ છતાં પણ પાંજરામાં પૂરેલું પક્ષી ક્યાં જઈ તા 2ષ્ટા પાસે ગયા અને એ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust