Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ પિતાને આગ્રહ-પુત્રીની લીલ. 19 માટે સર્વ લેકની સાક્ષીએ મારે આ પ્રમાણે તેની સાથે પ્રકલ્પ ક્યો પછી મને બીજા સુરેન્દ્ર સમાન વરને પણ આપવી ગ્ય નથી, કારણ કે આપ શું “સપુરૂષે વચનની પેઠે કન્યા પણ એકજવાર આપે છે " એવું જે સર્વ લેકે કહે છે તે નથી સાંભળ્યું ?" પુત્રીનાં આવાં બુદ્ધિવાળાં વચને સાંભળીને દેવદત્તને કહેવું પડ્યું કે-– હે બાળા તું જાણે બ્રહસ્પતિનીજ પુત્રી હેયની એમ મહા પડિતા છે. પણ એ મુનિ કયાં હશે તે આપણે જાણતા નથી, કારણ કે જાણે ચરણે ભ્રમરા હાયની એમ એ મુનિજને એક સ્થળે પગવાળીને બેસતા નથી. એ તારા અભિષ્ટ મુનિ આવશે કે નહિં તે પણ કહેવાય નહિં; છતાં વળી દૈવયોગે અહિં આવી ચડશે તે તે ઓળખાશે પણ કેવી રીતે ? કારણ કે આ નગરમાં એવા સાધુઓ કંઈ ભેડા ઘણું આવતા નથી; અને વળી તેઓ સર્વે એકસરખાજ હોય છે. છાશ ઉજળી અને દુધ પણ ઉજળું એને ભેદ કણ ઓળખાવી શકે ? વળી હે પુત્રી એ તને ચાહે છે કે નહિ એની પણ તને ખબર છે?.. માટે જવરને નિગ્રહ કરનાર એવા પણ તક્ષકસપના મસ્તકના . મણિ જેવા ( અગ્રાહ્ય ) એ સાધુની વાત પડતી મૂક. અને આ જે આટલા બધા શ્રીમંત-કુળવાન-સુભગ અને રૂપવંત વર આવ્યા છે એમનામાંના એકને તું વર. એ સાંભળી પુત્રીએ કહ્યું હે તાત, આપે જે આદેશ કર્યો તે નિઃસંશય તેમજ છે; આપ વડીલનાં વચને સત્ય જ છે. પણ તે પૂજ્યપિતાજી, તે વખતે જે ગર્જના થઈ હતી તેથી ચમકી જઈને હું એ મુનિના ચરણે વળગી પડી હતી તેથી, બુદ્ધિમાન પુરૂષ જેમ પ્લેકાદિના લક્ષણને તેમ, મેં એમના ચરણે એક લક્ષણ જોયું હતું; આ ભવમાં નિશ્ચયે એ સાધુ જ મારા સ્વામી છે; અન્યથા સુંદર એવા પણ ભેગે-તે જાણે રે હેયની એમ મારે કંઈ કામના નથી. એના સિવાય અન્ય ગમે તેવા ઉત્કૃષ્ટ વર, પંચધારાએ " વહેતી એવી પણ મુખની વાણી તૃમિશાલી જનને જેમ અરૂચિકર છે તેમ મારા ચિત્તને બીલકુલ અરૂચિકર છે. પુત્રીના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust