Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ ચરનું પકડાવું. 19 માંસ બહુ સ્વાદિષ્ટ લાગે છે. પણ પરસ્ત્રીલંપટ પુરૂષે તે કહેવા લાગ્યા-તમે સર્વ મૂખ છે, પહેલે જરા વિચાર તે કરે; પછી નિર્ણય પર આવે, અસાધારણ રૂપથી વિરાજતી, કામપ્રિયા-રતિને પણ પરાજય કરનારી અને દુષ્ટવર્તનવાળા પુરૂષરૂપી હસ્તીઓને બાંધવાને આલાનસ્તંભ જેવી એ સ્ત્રીને જેણે લીલામાત્રમાં મુનિની પિઠે સત્વરે ત્યજી દીધી, એ માળીએજ પરમ દુકર કાર્ય કર્યું છે, કારણ કે મહાકવિને કાવ્યકૃતિને વિષે, અને તકરૂપી ચક્ર ફેરવવાવાળાને વિવાદને વિષે જે રસ આવે છે તે તરૂણ પુરૂને તરૂણ સ્ત્રીને વિષે રસ આવે છે. " ( છેલ્લે ) એટલામાં તે માતંગપતિ બોલ્યા -અરે, તમે લોકે બદરીફળને વૃન્ત કયાં હોય તે જાણતા જ નથી. માટે રાજકુમાર પાસે ઉત્તર આપવાને તમારામાં કેઈને વિષે ગ્યતા નથી. હે સ્વામી, જેમણે સર્વ સુવર્ણના આભૂષણોથી યુકત એવી પણ એ સ્ત્રીને એ પ્રમાણે રાત્રીએ છોડી દીધી, એ લોકો જ એકલા મહા દુષ્કૃત કાર્ય કરનારા ઠરે છે. કારણ કે જેને અર્થે લોકે સમુદ્ર તરે છે, હજારે શસ્ત્રોવડે ઘેર યુદ્ધ કરે છે, નિરન્તર વિવિધ પ્રકારની ધાતુઓને ધમે છે, ભયંકર રસકૂપિકાને વિષે પ્રવેશ કરે છે, નિત્ય કેદાળીવડે રોહણાચળને છેદે છે અને અંગછેદપૂર્વક દેવ પૂજન કરે છે, એવી પિતાની મેળે આવી મળેલી લક્ષ્મીને કહો કેઈ ક્યારે પણ જવા દે ખરી ? આ પ્રમાણે એ માતંગપતિને બેલતો જઈને અભયકુમારે નિશ્ચય કર્યો કે આમ્રફળને ચાર એજ છે. વિચક્ષણ પુરૂષ એટલા માટેજ કહે છે કે માન ધારણ કરવું એજ સ્વાર્થને સાધનારૂં છે. ( કારણ કે માતંગપતિ બોલે ન હેત તે પકડાત નહિં. ) પછી રાજપુત્રે એને પૂછયું-અરે માતંગપતિ, તે અમારા આમ્રફળ કેવી રીતે ચેય તે કહે. એણે કહ્યું - હે સ્વામી, મારી વિદ્યાથી સ્પર્શ કરીને. કારણ કે મારા જેવાને એ વિદ્યાનું ફળ ચેરી જ છે. " પછી આ વૃતાન્ત મંત્રીશ્વરે જઈને મગધરાજને નિવેદન કર્યું અને એ આમ્રફળના ચોરને પણ એમને સોંપે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust