Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ 200 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. તેની સાથે જે આ સર્વે મળતું આવશે તો તે હું નિશ્ચયે સ્કુટપણે ખરી વાત કહીશ; અન્યથા મને ગમશે તેવા ઉત્તર આપીશ; કારણકે “વાંકે લાકડે વાંકે જ વેહ” હોય છે. પછી તે પુનઃ બરાબર રીતે પરીક્ષા કરવા લાગે તો જિનેશ્વરે કહેલું નેત્રનું અનિમેષપણું વગેરે અહિં કયાંઈ દેખાયું નહિં; કારણકે સુવર્ણને વેષ લઈને રહેલું તામ્ર કદિ સુવર્ણની પરીક્ષામાં પસાર થાય ખરૂં ? " ત્યારે આ તે શું સર્વ કપટ રચાયું હશે ? એમ વિચાર કરવા લાગે એટલામાં પ્રતિહારે તેને કહ્યું–હે સ્વામિન, આ સર્વ દેવ-દેવીઓ આપનું ચરિત્ર સાંભળવાને ઉત્સુક થઈ રહ્યાં છે.” તે સાંભળી ચારે કહ્યું–અગર જો કે હેટા લેકેએ પિતાની મેળે પિતાને વૃત્તાન્ત કહેવો એ અગ્ય છે તેપણું ભક્તિને લીધે અનુરક્ત એવા આ મારા અસરા વગેરે પ્રત્યે હું તે કહીશ. મેં રમ્ય સુરાલયે કરાવ્યા હતા તથા બિંબની પ્રતિષ્ઠા અને વિવિધ પૂજાઓ કરી હતી; વળી સમેતશિખર-શત્રુંજય-રેવતાચળ આદિ તીર્થોએ અનેકવાર યાત્રા કરી હતી તથા અનુપમ એવું સંઘવાત્સલ્ય કર્યું હતું, પંગુઅંધ-દીન આદિને નિરન્તર દાન આપ્યાં હતાં; ઉત્તમ છે આદર જેને એવા જીર્ણોદ્ધાર કરાવ્યા હતા તથા નિષ્કલંક શીલ પાળ્યું હતું. નિરન્તર ઉપવાસ-છઠ્ઠ આદિ દુસ્તપ તપશ્ચર્યા કરી હતી; તથા બારે ભાવનાઓ ભાવતું હતું. હું નિત્ય આ પ્રમાણે કૃત્ય કરતે હતે” એમ રેહિણેયે પ્રતિહારને પિતે પિતાના પૂર્વના ભવના કાર્યો ગણાવ્યાં. કારણકે કૂડું કહેવું હોય ત્યારે શા માટે ઓછું કહેવું? પછી પ્રતિહારે પુનઃ કહ્યું–હે પ્રભે, હવે આપ આપના પૂર્વભવના દુશ્ચરિત–પાપાચરણ હોય તે કહે. કારણકે જ્યોતિષીઓ શું ઉચફળવાળા ગ્રહોને નિરૂપણ કરીને પછી શું ઈતરગ્રહને નથી નિરૂપણ કરતા ? એ છેલ્લા પ્રશ્નના ઉત્તરમાં લેહખુરના પુત્રે કહ્યું-નિરન્તર ઉત્તમ સાધુઓનો સંસર્ગ હેવાથી મેં કદિ પાપાચરણ કર્યું જ નથી; પણ લેકને વિષે મેં તે બીજાઓના સંબંધમાં સાંભળ્યું છે. હે પ્રતિહાર, મારા ગુરૂની કોઈ એવી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust