Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ 196 અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. કેટવાળને કહ્યું–તમે ખેદ ન કરે; હમણાં જ જઈને હસ્તિ, અશ્વ આદિ સિન્યને સજજ કરીને નગર બહાર લાવે. પછી જ્યારે એ ચેરને નગરને વિષે પ્રવેશ કરતાં તમે જુઓ ત્યારે, અજાના લોભને લીધે હાથી અંદર ગયા પછી યંત્રમંદિરને ઘેરી લીધામાં આવે છે તેમ તમે નગરને ઘેરી લેજે–આસપાસ ફરી વળજે. તેથી કટકને જોઈને ત્રાસ પામેલે એ એ, જળના મોઝાએ વેગથકી ઉછાળેલ મત્સ્ય ક્ષણમાત્રમાં સમુદ્રના તટપર જ પડે છે તેમ તરતજ નગરની બહાર પડશે. એટલે તમે પછી . જાળને વિષે મૃગને પકડવામાં આવે તેમ એને પકડી લેજે. " એ સાંભળી “બહુ સારું " એમ કહી એમનું વચન અંગીકાર કરી કેટવાળ ચેરને પકડવાને વાસ્તે સર્વ તૈયારી કરવા ગયે. પછી રાજાએ પણ નગરજનેને " હવે તમે આકુળતા ત્યજી દઈને ઘેર - જાઓ; ચિંતા ન કરશો " એમ કહીને આશ્વાસન આપ્યું કારણકે નિતિશાળી પુરૂષનું એજ એક તાન હોય છે. - હવે અહિં કેટવાળ પિતાની સકળસેનાને લઈને નગરની બહાર આવ્યું છે તે દિવસે પેલે શિહિણેય ચેર તો કઈ ગામાન્તરે ગયે હતે. પણ રાત્રીએ ત્યાંથી પાછો આવ્યો ત્યારે મુગ્ધભાવથકી એણે નગરને વિષે પ્રવેશ કર્યો; કારણકે મોહ ( ભૂલ ) થકી કૂપને વિષે પણ પડી જવાય છે. પછી ઉપર કહ્યા એ પ્રકારવડે તેજ વખતે ચિરને પકડી લઈ બાંધીને રાજા પાસે લઈ જવામાં આવે; કારણકે બુદ્ધિના મેગથી શું શું પરાક્રમ નથી થતું? ત્યાં રાજાએ અભયકુમારને કહ્યું-શિષ્ટજનને પાળવા અને દુષ્ટલકેને શિક્ષા કરવી એજ આપણો ધર્મ છે. તે જ્યારે હવે ચેરને પત્તો લાગે છે ત્યારે એને સત્વર શિક્ષા કરે. કારણકે કદાપિ વ્યાધિની ક્ષણવાર પણ ઉપેક્ષા કરવી એગ્ય નથી. " પણ અભયમંત્રીશ્વરે નમન કરીને પિતાને કહ્યું–હે તાત, આપણે એને પકડ્યો છે ખરે, પણ એની પાસે કંઈ ચેરીને મુદ્દાને માલ નથી. માટે વિચાર કર્યા વિના એને શિક્ષા કરવી એ અગ્ય છે; કારણકે વિચાર એ જ આ દુનીઆને વિષે સર્વોત્તમ છે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust