Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ પ્રજાની ફરિયાદ-રાજાને કેપ. 195 ગયા અને તેને નમીને હર્ષસહિત તેની પાસે બેઠા; કારણકે રાજા પ્રજાને પિતાતુલ્ય ગણાય છે. પછી એમણે વિજ્ઞાપના કરી કે “હે મહીપતિ, તમારી કૃપાથી અમારે કઈ વાતની ન્યૂનતા નથી; અમારાં હાટ અને ઘર કરિઆણુથી ભરેલાં છે અને ઉત્તમ સમૃદ્ધિના ભાજન છે. પણ તે રાજા, હમેશાં રાત્રીને વિષે ચેરલેકો આવીને ચોરી કરી જાય છે. એથી " વાવે કેક અને લણે કેક " એ જે લેકેને વિષે કહેવત છે તે ખરી પડે છે.” એ સાંભળતાંજ, મહટ સંગ્રામને વિષે તીક્ષણ એવાં શના પ્રહારથી પણ કદિ પીડા ન પામતે એ શ્રેણિકરાજા પણ ચિત્તને વિષે અતિ ખેદ પા. લાલચેળ નેત્ર કરી લલાટને વિષે ભ્રકુટી ચઢાવી, હોઠ ફફડાવતો એ કેપ કરીને કેટવાળને કહેવા લાગે ( કારણકે શીતળતાજ કેવળ સિદ્ધિ આપનારી નથી ). રાજાએ કહ્યું–અરે, તું કંઈ તારું અહિં લેણું મૂકી ગયો છે; અથવા કેઈને અન્તરાળે તે તે કંઈ મને તારો જામીન કર્યો છે, અથવા તું કંઈ મારે પિત્રાઈ થઈને આવ્યું છે, અથવા કંઈ ભાણેજ કે જમાઈ છો જેથી આ પ્રમાણે વૃથા મારે પગાર ખાય છે ? કારણકે તારી ઉપેક્ષાને લીધે, રાજાના માણસે નિઃપુત્રનું ( વાંઝીઆનું ) ઘર લુંટે તેમ, ચેરલે કે નગરને લુંટે છે. તે તે અમને શું નિ:સત્વ ધાયો કે તું અમારે કંઈ ભયજ રાખતો નથી? અપરાધ માલમ પડશે તે કેપને લીધે અમે તને શિક્ષા કરશે. " એ સાંભળીને કેટવાળે નમીને રાજાને કહ્યું–હે નરપતિ, સર્વ ચેરેને વિષે અગ્રેસર એવો પેલો રહિણેય ચેર છે એ નજરે પડે છે છતાં પણ, આ પૃથ્વી પરના ઇંદ્રકેસરિસિંહની પેઠે એ પકડાતો નથી. વીજળીના ઝબકારાની જેમ કુદકા મારીને તે શાળા, ઘર કે બજારને ઉલ્લંઘીને જતા રહે છે અને તેથી જ તે આપણી પોતાની બપોર પછીની છાયાની પેઠે પકડી શકાતું નથી. માટે કૃપા કરી આ મારૂં કેટવાળપણું આપ પાછું ; મારે એ જોતું નથી. જેનાથી એ સચવાય તેને એ આપે. * પછી રાજાએ ભ્રકુટીના ઉલ્લાસથી સંજ્ઞા કરેલા અભયમંત્રીશ્વર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust