Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ 190 અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. ભેગવીને માતંગ–ડેબ આદિ જાતિને વિષે ઉત્પન્ન થાય છે; તે મુનિની હીલનાનું ફળ જાણવા છતાં પણ જેઓ એમને એ પ્રમાણે અલના કરે છે તેમના જેવા બિચારા અબ્રહ્મ-હિંસા આદિને વિષે મગ્ન પ્રાણીઓનું તે શું જ થતુ હશે? માટે હવે તે હું દુઃખરૂપી વનને બાળીને ભસ્મ કરનારૂં એવું ચારિત્ર જ ગ્રહણ કરૂં " એમ હર્ષસહિત વિચાર કરીને રાણીએ રાજા પાસે દીક્ષાને વાસ્ત રજા માગી; અથવા તે મહંતજનું ચિતવન સદ્ય ફળીભૂત થાય છે. મારું એહિક જીવન આપના પ્રસાદથી જ હતું; હવે મને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે માટે હે પ્રાણનાથ, હું હવે આવતા ભવને સાધીશ; કારણ કે સત્સંગ છે તે ઉભય લેકને સાધના છે. કૃપા કરીને મને રજા આપો કે જેથી હું સત્વર શ્રી વીરભગવાન પાસે જઈને મેક્ષસુખ પ્રાપ્ત કરાવનારી એવી દીક્ષા ગ્રહણ કરૂં; કારણ કે શક્તિ હોય છતાં યે માણસ પિતાના બંધનને નથી ત્રોડ ? રાજાએ કહ્યું-“જેનાં બુધિરૂપ નેત્ર ઉઘડ્યાં છે એવી હે સ્ત્રી, તને ધન્ય છે! તું પૃથ્વીને વિષે પુણ્યનું ભાજન છે; કારણ કે તું શ્રી વીરપ્રભુની શિષ્યા થઈશ; અથવા તો કલ્પદ્રુમની ચાકરી પણ કેને મળે છે? અમે “સત્ય શું છે? એ જાણીએ છીએ છતાં પણ પાપાચરણ ત્યજતા નથી. કામભોગના નશ્વરપણાને લીધે અમારી પ્રભુતા પણ ક્ષણક છે. વૃદ્ધ બળદ વાડામાંથી બહાર નીકળી શકતો નથી તેમ અમે આત્માનો પાપ થકી ઉદ્ધાર કરી શકતા નથી. હે સુંદરિ, તારા વિશ્વ દૂર થાઓ અને તું તારું મનવાંછિત સારી રીતે સાધ. એમ કહીને ભૂપતિએ તેણીને રજા આપી. કારણ કે એ શ્રીકૃષ્ણની પેઠે, દિક્ષા લેવાને ઉત્સુક એવા જનને નિષેધ કરતે નહિ. પછી રાજાએ સુંદર મહોત્સવ અદરા અને રાણીએ પ્રણયિજનને પ્રમેદ આપનારૂં એવું દાન દેવા માંડ્યું. ત્યાર પછી નિવૃત્ત થયું છેમન જેનું એવી એ રાણીએ દીક્ષા ગ્રહણ કરી. - હવે વૈભારગિરિની ગુફાને વિષે ન્યાયમાર્ગને ઉલંઘને આચરણ કરનારે કલિકાળને બધુ હેયની એ લોહખુર નામને ચેર વસંત P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust