Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ પ્રભાતનો સમય. 177 કાંટે ચઢયે હતું એવા એ ચારલોકે બેલ્યા–ત્યારે જીવિતને બરાબર તૃણસમાનજ ગણનારા એવા અમે શું એ માળી અને રાક્ષસ કરતાં કાંઈ ઓછા છીએ? એમ કહી એને નમન કરીને કહેવા લાગ્યા--હે બહેન, તારે ઘેર જા અને તારા સ્વામિનાથને પ્રિયક્ત થા; અને તારાગણવડે શરદુકાળની રાત્રી વિરાજે છે તેમ ઉત્તમ આભૂષણ વડે નિત્ય વિરાજી રહે. આમ તેમની પાસેથી છુટીને તે ઘેર ગઈ અને પ્રિય પતિ આગળ માળી, ચેર તથા રાક્ષસ સંબંધી સર્વ હકીકત કહી સંભળાવી, અથવા તે બીજ પાસે પણ જેણે પિતાને સુંદર સભાવ જણાવ્યું હતું તે પતિથી તો એ શેનીજ રોપવે ? પ્રિયાની આ બધી વાત સાંભળીને પતિ તે અત્યંત વિસ્મય પામ્યું અને એની સાથે સુખે કરીને ભેગવિલાસ જોગવતાં આખી રાત્રી ક્ષણની જેમ નિર્ગમન કરી. અથવા તો સુખને વિષે નિમગ્ન એવા પ્રાણીઓને નિરતર એમ જ થાય છે. - પ્રભાત સમય થયો એટલે અત્યંત ઊંચા એવા ઉદયાચળના શિખરની–ગેસથી ભરપૂર એવી ભૂમિને વિષે આગમન કરવાથી જ હાયની એમ સહેજ લાલ દેખાતી છે મૂર્તિ જેની એ સૂર્ય અખિલ વિશ્રવને પિતાની કાંતિના સમૂહથી રક્ત કરતો ઉદય પામ્યું. “આ (પર્વત) નીજ ગુહાને વિષે આ મારા શત્રુ દુષ્ટ–અન્ધકાર નિરન્તર વસે છે” એવા રેષથી જ જાણે હોયની એમ ઉષ્ણુદીધિતિ–સૂર્ય પિતાના પાદપ્રહારવડે પર્વતના શિખરોને તાડન કરવા લાગ્યું. “હે પ્રિય, સ્વભાવથી જ આપના શત્ર એવા આ અન્ધકારને મેં નિવિડપણે બાંધીને પકડી રાખ્યું હતું " એમ પશ્ચિની સૂર્યને પિતાનામાંથી બહાર નીકળતા ભમરના મિષથી અન્ધકારના સમૂહને બતાવવા લાગી. ચક્રવાકપક્ષી જાણે વિગથી થયેલા જ્વરના દેહની શાન્તિને અર્થે જ હોયની એમ પોતાની પત્ની-ચકવાકીને પિતે બિસતંતુ આપવા લાગ્યું અને ઘુવડ પ્રમુખ પક્ષીઓ અન્યકારને વિષે જઈ રહેવા લાગ્યા. અથવા તે સને પોતપોતાના જેવાઓની જ સાથે સંગતિ હોય છે. અહે! આ વાયુ પણ ભાગ્યશાળી ! કારણ કે અશરીરી છતાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust