Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ 180 ઘેરબેઠાં ગંગા. બધુઓ સહિત મુનિને નમસ્કાર કર્યો અને પુત્રીને કહ્યું- હે પુત્રિ, હારા વિવાહમંગળને વિષે આજે મુનિરાજ પધાર્યા એ આળસુને ઘેર ગંગા આવી છે, માતંગના ગૃહને વિષે સ્વર્ગથકી અરાવણ ઉતર્યો છે, વૈતાઢયપર્વતની ગુફાને વિષે મણિના દીપકને ઉત થયે છે; દરિદ્રીને ઘેર રત્નને વર્ષાદ વર છે અને મરૂભૂમિને વિષે કલ્પતરૂ ઉગે છે. એક તે પર્યન્તદેશને વિષે અને વળી હારા વિવાહ જેવા મંગળક સમયે આમ એચિંતા મુનિરાજ પધાર્યા છે માટે એમને વિવિધ અને મનહર એષણીય અન્નપાનથી પ્રતિલાભ. એટલે જેણે શરીરપર ઉત્તમ સુવર્ણાલંકાર ધારણ કર્યો છે, શ્રીખંડ કપૂર આદિથી વિલેપન કર્યું છે તથા શ્રેષ્ઠ વસ્ત્ર પહેર્યા છે એવી એ હર્ષસહિત મુનિને ભિક્ષા આપવાને આગળ આવી. એવામાં એમનાં પ્રસ્વેદ વાળા અંગવસ્ત્રના મળના ગધે, જાણે આગળ જતાં પણ એને વિષે રહેવાનું છે માટે એવા પિતાના (ભવિષ્યના) વાસસ્થળને જેવાને ઉસુક હોયની એમ, એને વિષે પ્રવેશ કર્યો. એટલે શિંગારને વિષે મોહવાળી એવી એ બાળાએ નાક મરડયું અને વિચાર્યું કે-જિનેશ્વર ભગવાને સકળ જગતના સંદેહને નિવારવાવાળો એ સર્વ રીતે સુંદર ધર્મ પ્રરૂપે છે; પણ અચિત્તજળથી યે સ્નાન કરવાનું કહ્યું હેત તે તેથી શું દૂષણ થાત ? આવા ચાર્કિકની જેવા મલીન અને ચૂંટાતા આવતા શરીરે શા માટે ભમ્યા કરવું જોઈએ? ( વિરભગવાન કહે છે–હે શ્રેણિક રાજા ) આ પ્રમાણે પિતાની બુદ્ધિએ કલ્પિત એવા સંકલ્પ-વિકલ્પ કરતી એ બાલિકાએ એ વખતે દુર્ગ ધરૂપ દુઃસહ પાપ બાંધ્યું; કારણકે ધ્યાનને અનુસારે કર્મ બંધાય છે. અનુષ્કર્મ એની આલેચના લીધા વિના કાળધર્મ પામીને આજ નગરમાં ગણિકાના ઉદરને વિષે ઉત્પન્ન થઈ. એ ગર્ભમાં આવી ત્યારે એની માતાને વેરિની લક્ષ્મી જેવાથીજ હાયની એમ દુઃખ ઉત્પન્ન થયું. એણે ગર્ભપાત કરવાને તીવ્ર ઔષધીઓ ખાધી પરતુ સર્વ નિષ્ફળ ગઈ; અથવા તે નિકાચિત આયુષ્યને તેડવાને કઈ સમર્થ નથી. આજે જ એ વેશ્યાએ પૂર્વભવના કર્મને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust