Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ શ્રી વીરભુનું પુનઃ આગમન 181 મુક્ત કરાવ્યા; અથવા તે કળાવડે એકવાર તે મહટી આપત્તિમાંથી પણ છુટી જવાય છે. હવે અહિ માતંગપત્ની પણ, “મારે દોહદ નહોતો પૂર” એમ નિરન્તર ચિંતવન કર્યા કરતી હતી એવામાં તે એનો પતિ પારધીના હાથમાંથી છૂટી આવેલા ભુંડની જેમ અક્ષતઅંગે પાછો આવ્યે. હવે મગધનાથ શ્રેણિકનારેવર અભયકુમારની બુદ્ધિથી નિકટક થેલી એવી રાજ્યલક્ષ્મી પાલન કરવા લાગ્યા. એવામાં સુર અને અસુરને પણ જેમના ચરણ કમળ પૂજવા લાયક છે એવા શ્રીમાન વીરતીર્થકર પુન: ત્યાં આવીને સમવસયો એટલે ઉદ્યાનપાળકે આવીને રાજાને જિનભગવાન આવ્યાની વધામણી દીધી. રાજાએ પણ એને દારિદ્રયરૂપી કંદના અંકુરને ઉમૂલન કરનારું એવું દ્રવ્યનું ઈનામ આપ્યું. પછી તેજસ્વી, વાંકી ડેકવાળા, ઉન્નત કંધવાળા અને સ્નિગઇ કેશયાળવાળા, જિનેટવર ભગવાનના આગમનની વાત સાંભળીને જાણે હર્ષસહિત નૃત્ય કરતા એવા, વિસ્તારયુકત પૃષ્ટપ્રદેશવાળા, અસ્થલ-કૃશ મુખવાળા, સીધા કાનવાળા, તથા વાયુ અને અંતઃકરણની જેવા વેગવાળા એક ઉત્તમ અપર આરૂઢ થઈને મગધપતિ-શ્રેણિક મહીપાળ પ્રભુને વંદન કરવા ચાલ્ય; અથવા તે એના ભાગ્યની તે હવે સમાજ રહી નહિં. જેમના હાથને વિષે સુંદર ખડગે નાચી રહી હતી તથા વિશાળ વજો પણ શોભી રહ્યાં હતાં એવા આગળ-પાછળ તથા બન્ને બાજુએ ચાલતા ઊંચા શ્રેષ્ઠ પદાતિ (પાળા) થી; સિંદૂરના સમૂહને લીધે રક્ત છે કુંભમંડળ જેમના એવા, પવનથી હાલતા મેઘ જેવા હસ્તીઓથી; સૂર્યના અવનો પણ જાણે હષારવથી ઉપહાસ કરનારા એવા તરંગોથી, તથા જંગમ પ્રાસાદો હોય એવા ઘંટા-પતાકા અને કળશવાળા રથેથી વિરાજમાન એ નવર જાણે પૃથ્વી પર ઉતરેલી સ્વર્ગપતિ-ઇંદ્રજ હોયની એમ ચાલવા લાગ્યું. તે વખતે સામંતના મસ્તક પર રહેલા કલગીઓથી રચાયેલા છત્રોની અંતરાળે નરપતિના શીષપર રહેલું વેત છત્ર નીલકમળોની વચ્ચે આવેલા વેત કમળની પેઠે શેભવા લાગ્યું. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust