Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ 182 અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. * આગળ ચાલ્યા ત્યાં માર્ગને વિષે કેઈએ જન્મતાંવેતજ ત્યજી દીધેલી, સુંદર આકૃતિની, માજ-ઉંદર-સર્પ તથા શ્વાનના શવ કરતાં પણ અત્યંત દુર્ગધ મારતી એક બાલિકા પડેલી હતી. રણક્ષેત્રને વિષે પણ કદાપિ પાછી પાની ન કરતા એવા સૈનિકે એની દુર્ગધથી નાસિકા બંધ કરીને ગંધહસ્તીના ગંધથી બીજા હસ્તીઓ નાસી જાય તેમ, ક્ષણમાં ભાગી જવા લાગ્યા. રાજાએ પૂછયું-અરે આ શું થયું? એટલે એક જણે કહ્યું- હે રાજનૂ, અહીં એક સાક્ષાત પાપનીમાળા હોયની એવી અત્યંત દુર્ગન્ધ મારતી બાળા પડેલી છે. પછી ભૂપતિએ પંડે એને જોઈ પણ એને તો લેશમાત્ર પણ જુગુપ્સા થઈ નહિં. પછી “મારે એનું ચરિત પુછવું પડશે” એમ વિચારતે આગળ ચાલે. સમવસરણને વિષે પહોચી જિનભગવાનને વંદન બાળિકા જોઈ એણે શું કામ કર્યું હશે કે જેથી એ લસણની જેમ ! ન્યભાવને પામી છે? એ પરથી શ્રી વીરજિનેન્દ્ર જનસમૂહને બોધ થાય એવા હેતુથી કહેવા લાગ્યા - પર્યન્તદેશને વિષે શાલિગ્રામ નામના ગામમાં ધનમિત્ર નામનો ધનાઢય વણિક રહેતે હ; અથવા તે સ્થળને વિષે શું કમળ નથી હતાં ? એ ધનમિત્રને જંગમ વનલક્ષમી હાયની એવી ધનશ્રી નામની પુત્રી હતી. અન્યદા એના પિતાએ ગ્રીષ્મકાળને વિષે એનાં લગ્ન આરંભ્યાં; તે વખતે યુગપ્રમાણ ભૂમિને વિષે દષ્ટિ દઈ ચાલતા એવા, એક અતિ શાંત અને દાંત મુનિએ તે શ્રેષ્ઠીના ગૃહને વિષે ભિક્ષાથે પ્રવેશ કર્યો. એમના દક્ષિણ હસ્તને વિષે એક જાડી યષ્ટિકા હતી; અને એમના ચરણની આંગળીઓના વધી ગયેલા નખ જાણે મન્મત્ત કામદેવરૂપી હસ્તીને ભેદવાને અંકશે હોયની એવા જતા હતા. સત્યને વિષે અનુરક્ત છતાં એ જનાર્દન મહેતા, અને મળ (કર્મમળ) થી મુક્ત છતાં પણ મળયુકત (મલીન શરીરવાળા) હતા. શેઠે એના 1 સીમાડે આવેલ દેશ. 2 કૃષ્ણ, વિષ્ણુ. (2) લેકને દુઃખ દેનાર. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust