Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ 164 અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર, ઉત્પન્ન કર્યા જેવું થયું ! કુત્સિત વાદીની પિઠે દુષ્ટ વિકલ્પ કરી કરીને અને સત્કવિની પેઠે જાગતા પડી રફીને એણે આખી રાત્રી દુઃખમાંજ નિર્ગમન કરી; કારણ કે કોધથી દેષિત ચિત્તવાળાઓને નિદ્રા કયાંથી હોય? પછી પ્રભાત થયે પ્રચંડ પ્રતાપવાળા મહીપતિએ નંદા પુત્ર અભયકુમારને આદેશ કર્યો કે-અતઃપુર દેષિત છે માટે એને ભસ્મ કરી નાખે, વેદના વચનની પેઠે મારા વચનને વિષે લેશમાપ શંકા ન લાવવી. એમ કહીને એ નદીના વેગ કરતાં પણ વધારે ત્વરાથી શ્રીજિનપતિને વંદન કરવા ગયે, તે જાણે આચાર અને વિચારને વિષે દુરાગ્રહી એ એ પાછળ શું થાય છે એ કંઈ જાણે નહિં એટલાજ માટે હેયની ! જેને કેઈને ભય નથી એવો અભય પણ પિતાથી ભય પામ્ય, અને આપત્તિ સમયે મિત્રતુલ્ય એવા હદયની સાથે મ ત્રણ કરવા લાગ્ય-આ કાર્ય વિચારવા ચગ્ય છે છતાં પૂજ્ય પિતાએ મને વગર વિચાર્યો કરવાનો કેમ આદેશ કર્યો? કારણ કે દુધમાં પણ કદાપિ પૂરા હોય, શંખને વિષે પણ કદાપિ કૃષ્ણ લાંછન હોય, અમૃતને વિષે પણ કદાપિ વિષ હોય, પણ જનનીને વિષે કદીપણ કલંક હોય નહિં, માટે મારે જનનીનું રક્ષણ કરવું યુકત જ છે. પણ વળી પૂજ્ય પિતાની આજ્ઞા જુદી છે. આહા! મારે “એક બાજુએ સિંહ અને બીજી બાજુએ નદી” જેવું થયું છે, માટે હવે શું કરવું ? એમને સમુદ્રના કલ્લોલ જે આરંભમાં અતિ દુર્ધર એ ક્રોધ ઉત્પન્ન થયે છે માટે આવે વખતે કંઈ મ્હાનું બતાવી એવું કરું કે એમને એ કીધ સ્વછંદ માણસના હાથમાંથી દાસીજન નાસી જાય તેમ ભ્રંશ પામે ( છુટો પડે, નાશ પામે, શાન્ત થાય. ) એમ વિચાર કરીને એ વિચક્ષણ મંત્રીશ્વરે અતઃપુરના સમીપ ભાગે રહેલી પુરાતન ઝુંપડીઓને સળગાવી દીધી, અને વાત એમ ફેલાવી કે અન્તઃપુરને વિષે આગ લાગી છે; (ખરે) સપુરૂષના કાર્ય સુંદર પરિણામવાળા હોય છે. હવે અહિં સમવસરણને વિષે જઈને શ્રેણિક રાજાએ પ્રભુને P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust