Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ . રાજારાણું કે દેવદેવી ? ચહ્યું છે એમ હર્ષ સહિત કહેવરાવીને પાછા બોલાવી લીધે. એટલે દેવતાએ ક્ષણવારમાં એ પ્રાસાદ બનાવી દીધે; અથવા તો સ્વર્ગના વાસી એવા એઓને ચિંતવ્યા માત્રથી જ સર્વ વસ્તુ સિદ્ધ થાય છે.' પછી ન્હાના-મોટા સર્વ અમાના શિરોમણિ એવા એ અભયમંત્રીશ્વરે રાજાને ત્યાં આગળ લઈ આવીને કહ્યું કે-હે પ્રભુ, આપના યશના સમુહ જે આ સુધાથી પેલે એક તંભને મહેલ આપ : દૃષ્ટિએ કરીને આદર સહિત નિરખે વળી સર્વદા ફુલી રહેલાં તથા ફળી રહેલાં આમ્રવૃક્ષ, રાયણના વૃક્ષ, બીજોરાંના વૃક્ષ, નારંગી તથા ખજૂરના વૃક્ષ, અશોક વૃક્ષ, દાડિમ તથા સંતરાના વૃક્ષ અને કદલી તથા મલ્લિકાના વૃક્ષોથી ભરાઈ ગયેલે, અને બંધુજીવ બાણ-આસન-જાતિ-સપ્તલા-પાટલચંપક-રાજચંપક-દ્રાક્ષ-નાગવલ્લી પ્રમુખ લતાઓનાં મંડપથી ઉભરાઈ જતો એ આ બાગ આપ નિહાળે. એટલે રાજાએ કહ્યું-અહા ! તને ફક્ત મહેલ કરવાનું કહ્યું હતું ત્યાં તે તે સાથે બાગ સુદ્ધાં બનાવી દીધે; અથવા તો સુખે કરીને વિવક્ષિત અર્થને વિન્યાસ કરતા એવા ઉત્તમ કવિજનની કૃતિમાંથી વ્યંગ્યાથે સુદ્ધાં નિકળે જ છે " પછી સ્થિર લગ્ન અને ઉત્તમ દિવસે ભૂપતિએ પ્રમાદ સહિત મહેલની અધિદેવતાજ હોયની એવી પિતાની હર્ષ પામેલ પ્રિય પટ્ટરાણુને તેને વિષે વાસ કરાવ્યું. ત્યાં તરૂવરની કુંજને વિષે નિરન્તર પિતાના સખીજન સાથે ઉચ્ચ પ્રકારની કીડાને વિષે લીન એવી એ ચેલણ વનદેવતા સંગાથે આનન્દકેલિ કરતી કામપ્રિયા રતિ હાયની એમ વિરાંજવા લાગી; અને વળી તેની સાથે ઉપવનના વડે જિનબિંબની પૂજા કરવાથી તથા પતિના કેશપાશ પૂરવાથી એ ધર્મ અને કામ અને ઉપાર્જન કરવા લાગી; કારણકે વિવેકીજનેની લક્ષ્મી અને લેકને સધાવવાવાળી છે. આ પ્રમાણે એ પ્રાસાદને વિષે, ધર્માર્થને કોઈપણ પ્રકારે વિશ્વ ન આવે એવી રીતે ભેગ ભેગવતા દંપતી, વિમાનને વિષે સુરપતિ અને સુરાંગના કરે છે તેમ સુખમાં કાળ નિર્ગમન કરવા લાગ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust