Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ 172 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. મનને વિષે કામવિકાર ઉત્પન્ન કરતી હતી. દરિદ્ર અવસ્થા હોવાથી, એ વયે પહોચા છતાં પણ હજુ કુમારિકા હતી. એને પિતા એને દરિદ્રના પુત્રવેરે આપવાની ના જ કહેતો હતો; અને કઈ ધનવાન તો એને લેવાની હા પાડતે નહીં; કારણકે માણસ (વર) હમેશાં વધુના માબાપ પાસેથી મહટી પહેરામણું પહેરવાની ઈચ્છા રાખે છે. હવે એ કુમારિકા યેગ્ય વર પ્રાપ્ત કરવાને કામદેવની મૂર્તિની પૂજા કરતી તેથી ક્યાંઈ ઉપવનને વિષે જઈને રોજ પુષ્પ ચેરી લાવતી; કારણકે એની પાસે પુષ્પ લેવા જેટલું મૂલ્ય પણ નહતું. પુષ્પો નિરન્તર ચેરાતાં જાણી એકદા એ ઉપવનને સ્વામી–માળી " આજ ઘણા દિવસના ભક્ષ એવા ચેરને પકડી પાડીને સત્વર પાછો વાળીશ” એવા વિચારથી ગિની પિટ શ્વાસ રોકીને વૃક્ષ વચ્ચે સંતા. એવામાં એ કુમારિકા આવી; અને આવતાની સાથેજ, સગયુક્ત દૃષ્ટિથી જોતા એવા એ માળીના અન્તઃકરણને એણે હરણ કર્યું; કારણકે જેનામાં સુમન ( પુષ્પ ) હરણ કરવાની શક્તિ છે તેની પાસે મન તે કેણુમાત્ર છે ? એને જોઈને એનાં અંગેઅંગ કંપવા લાગ્યાં અને એને મત્સર હતો તે તો તક્ષણ શમી ગયે; અથવા તો શરીરને વિષે દહાવરો થતે જે દાહ તે અત્યંત શીતજ્વરની આગળ રહેતો જ નથી. પછી એણે તેને આગ્રહથી હાથવતી પકડી રાખીને કહ્યું–હે સુંદર સ્ત્રી, તું મને સત્વર તારી સાથે વિલાસ કરવા દે, કારણકે મેં તને, તે બહુ દિવસ પર્યન્ત ચેરેલાં પુષ્પવડે, હવે ખરીદી છે. " એ સાંભળી એ કુમારિકા બેલી-અરે ભલા માણસ, આ તું ઠીક નથી બેલતે. હું હજુ કુમારિકા છું અને પુરૂષના સ્પર્શને યોગ્ય નથી; અથવા તે વેશ્યાજનજ આ સર્વને લાયક છે. હે માળી, તું મારી પાસે શા માટે બેલાવે છે ? જો કોઈ માણસ તારી પુત્રી, હેન, કે બહેનની પુત્રીને આવો અન્યાય કરે તે તું ગમે તે પ્રકારે એનું રક્ષણ કરે ખરે, કે નહિં ? " માળી –હે કુંભસ્તની, તું મહા પંડિતા જણાય છે. પણ હવે અહિં ઝાઝો સવારે કર રહેવા દે. હું તારી કઈ ભારે પ્રતિજ્ઞા કરાવ્યા પછી જ તને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust