Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ 170 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. એવામાં એકદા એજ નગરમાં એક માતંગપતિની પત્નીને આમ્રભક્ષણ કરવાને તીવ્ર દેહદ ઉત્પન્ન થયે તેથી એણે પિતાના સ્વામી પાસે એ ફળ માગ્યાં; અથવા તે પતિજ સ્ત્રીઓને યાચના કરવાનું સ્થાન છે. એ પરથી માતંગપતિએ કહ્યું-તું ઘેલી થઈ જણાય છે કે આવી સમય વગરની યાચના કરે છે. સ્ત્રીએ કહ્યું- હે નાથ, એ ફળ ચલણના ઉપવનને વિષે છે; બજારમાં કઈ જગ્યાએ નથી. એ પરથી માતંગપતિ દિવસે જ તે બાગને વિષે ગ; અને પરિપકવ એવાં ઉત્તમ આમ્રફળ જોઈ આવે; કારણકે ચેરલોકેને દિવસે જોયેલી વસ્તુ રાત્રીએ ચરી જવી સહેલી પડે છે. પછી રાત્રી સમયે ત્યાં જઈને અવનામિની વિદ્યાએ કરીને, ઉચી શાખાઓને હર્ષ સહિત નીચી નમાવીને પિતે જ એને વાવનાર હોઈને એ ગ્રહણ કરતે હોય એમ, એણે સ્વેચ્છાપૂર્વક આમ્રફળો ગ્રહણ કર્યા. પછી એણે ઉન્મામિની વિદ્યાનું સ્મરણ કર્યું એટલે શાખાઓ સભાગે બંદિખાનામાંથી છુટી અત્યંત હર્ષ થયાથીજ હાયની એમ ક્ષણમાં ઉંચી જતી રહી. હવે પ્રભાતે, કમળો તેડી લીધાથી શેભારહિત થઈ જતી કમલિનીની જેમ, આમ્રફળો તેડી લીધેલાં હેવાથી નિર્માલ્ય દેખાતા આમ્રવૃક્ષને એકાએક જોઈને ચેલ્લણા ચિત્તમાં બહુ વિષાદ પામી. અને એ વાત એણે જઈને રાજાને કહી કે-હે આર્યપુત્ર, કેઈએ આમ્રવૃક્ષની વાટિકાના ફળ તેડી લીધાં છે તેથી એ સુવસ્ત્રાલંકાર વિનાની વિધવા સ્ત્રી જેવી થઈ ગઈ છે. " પૃથ્વીપતિએ એ સાંભળીને તત્ક્ષણ અભયકુમારને આદેશ કર્યો કે-હે અભૂતબુદ્ધિના નિધાન, સત્વર અને ચેર પકડી લાવ, કારણકે જેને વિષે આવું કેન્સર સામર્થ્ય છે તેનાથી અતઃપુરને વિષે પણ હાનિ થવાનો સંભવ છે. અભયકુમારે કહ્યું–હે પૂજ્યતાત, ખાલી હેટી હેટી વાતે કરવી એમાં કાંઇ પ્રભુતા આવી જતી નથી; આ આમ્રફળના ચેરને હું જરૂર શોધી લાવીશઃ અથવા તે ન્યાસ દાખલ મૂકેલી વસ્તુને તેના મૂળ સ્વામીને પાછી પવી એમાં જ ખરી પ્રભુતા છે. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust