Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ મુંડાવ્યા પછી વાર શો પૂછ. પૂછયું– જિનેશ્વર, ચેલ્લણ પતિવ્રતા છે કે અપતિવ્રતા ? પણ, અહો ! આ એને પ્રશ્ન મુંડન કરાવ્યા પછી નક્ષત્ર પૂછવા જે હતે. પ્રભુએ કહ્યું એ પતિવ્રતા સ્ત્રી છે; એના વિષે વિરૂદ્ધ શંકા ન લાવ. એ તો સીતા અને સુંદરીની પેઠે સર્વ સતીને વિષે શિરોમણિ છે. એ સાંભળીને તે એને એના અવિચારીપણે કરેલા કાર્યને અતિશય પશ્ચાતાપ થયે તેથી ઉભું થઈ પ્રભુના ચરણકમળને નમસ્કાર કરી, ધનુષ્યથી છુટેલાં બાણની જેમ, અતિ વેગથી દેડતો આવ્યો અને સામા આવતા અભયકુમારને પુછવા લાગ્યું–હા ! મારા આદેશ પ્રમાણે તું બધું કરી ચૂક કે? એણે પણ ઉત્તર આપ્યું કે રામનું ભૂષણ પિતાને આદેશ પાળવામાં હતું તેમ મારું પણ આપને આદેશ પાળવામાં જ છે. હે પિતા, મેં તેજ વખતે તે બજા છે; આ સેવકે કદિ પણ એ ( આદેશ ) અન્યથા કર્યો છે?” તે સાંભળીને, તનને વિષે કફ અને સાથે વાયુ વ્યાપે તેમ રાજાના શરીરને વિષે શેક અને કેપ બને વ્યાપી ગયા અને એ કહેવા લાગ્યા હે દુષ્ટ, તેં શુધ્ધ શીલવ્રત પાળનારી તારી પતિવ્રતા માતાઓને બાળી નાંખી ! તે એમ ધાયું હશે જે હું લંકાને વિષે વિભીષણ એકલે રાજ્ય કરતો હતો તેમ, આ નગરને વિષે એકલે રાજ્ય કરીશ! તું જ જીવતા રહ્યા કરતાં એ અગ્નિને વિષે કેમ ન પડે, તને શું મંદિરને વિષે બેસારીને પૂજા છે?” આ પ્રમાણે નરેશ્વર અભયકુમારને ક્રોધયુકત વચને કહેવા લાગ્યઃ અથવાતો રાજાઓ રસનેન્દ્રિય-જીવ્હાને યથા રૂચિ હલાવે છે. અર્થાત એઓ મનમાં આવે એમ બોલી નાખે છે. 1. પિતાના એવા કોપના શબ્દો સાંભળીને અભયકુમાર હાથ જોડીને બે–હે તાત, અરિહંત પ્રભુનાં વચન જેણે હંમેશાં સાંભળ્યાં છે એવા મારા જેવાને એક અજ્ઞાનીની પેઠે બાળમૃત્યુ છે ખરું? હતે સમયે ( વખત આવ્યે ) જિન ભગવત પાસે દીક્ષા લેવાને છું. જે પુજ્ય પિતાએ પ્રથમ એવી આજ્ઞા કરી હોત તો હું સળગતી અગ્નિને વિષે પડયે હેત. પણ પિતાની મેળે એમ પડીને બળી મરવાથી તે ધર્મ કે કીતિ એ બેમાંનું એક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust