Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ 141 મેઘકુમારને વિરક્તભાવ. છઘને જાણ પડી નથી. કારણકે જેના પર જિનેશ્વરને હાથ હોય તેના વિષે શું શું ન સંભવે? દેશનાને અંતે રાજા પ્રમુખ સે પોતપોતાને સ્થાને ગયા; કારણકે તીર્થંકર મહારાજની આઠ પહોર પર્યન્ત સેવા તે કઈ (વિરલ-ભાગ્યશાળી) ને જ પ્રાપ્ત થાય છે. - હવે મેઘકુમારે પણ માતા પાસે જઈ ચરણે નમીને વિનય સહિત વિજ્ઞાપના કરી કે હે માતા, હું સુરેન્દ્રોની પરંપરાએ સેવેલા શ્રીજિનપતિના ચરણકમળને નમસ્કાર કરીને તથા તેમના મુખથકી ધર્મદેશના શ્રવણ કરીને આવું છું. તેથી આ વખતે મારું અંતઃકરણ ગગનને વિષે ઉચે આરૂઢ થયેલા ચંદ્રબિંબની પિઠે અત્યંત વિરક્ત થયું છે. માટે તમારી સાહાસ્યથી મને એવી રીતે મુક્ત કરે કે હું વ્રત ગ્રામ્હણ કરૂં કારણકે ઉત્તરસાધક વિના સિદ્ધિ થતી નથી. આવું કટુવાક્ય જેના શ્રવણપથને વિષે પડતું નથી તેને ધન્ય છે એમ જ જાણે કહેતી હાયની એમ મૂછોને મિષે ધારિણી ધરણી પર ઢળી ગઈ. (ધારિણીને મૂછ આવી). પછી જળથી લતાને જ જેમ, તેમ ચંદનને રસ સિંચવાથી તથા શીતળ પંખાના વાયરાથી તેને સચેતન કરી એટલે તે ગદ્ગદ્ વાણીથી બેલી–નાના પ્રકારની માનતા માની ત્યારે મને તારા જે લેકદુર્લભ પુત્ર પ્રાપ્ત થયેલ છે. બધુવત્સલ પુત્ર, સમક્તિ વિના ચારિત્રની જેમ તારા વિના મારૂં જીવિત ક્ષણમાત્રમાં જતું રહેશે. માટે હે માતૃભક્ત, હું જીવું ત્યાં સુધી ગૃહને વિષે રહીને તારી અમૃતકલ્પ દષ્ટિથી મારાં અંગને શીતળતા પમાડ. તારી એવી જ ઈચ્છા હોય તો હું ઈદુલેખાની પિઠે પરલોક પામું ત્યારે બન્ધન રહિત થયેલા ગીની જેમ, તારૂં મનવાંછિત પૂર્ણ કરજે. હે પુત્ર, એમ કરવાથી, તું વિજ્ઞ અને કૃતજ્ઞ કહેવાઈશ; કારણકે આ સંબંધમાં વિશ્વસ્વામી શ્રી વીરપ્રભુનું જ પ્રત્યક્ષ દૃષ્ટાન્ત જે. એ સાંભળી મેઘકુમારે કહ્યું- હે માતા, તમારું કહેવું સત્ય છે; પણ તમે જે હું જીવું ત્યાં સુધી " એવું કહ્યું તે એકાન્તનિત્ય અધ્યાત્મ - 1 (1) રાગ વિનાનું–નીરાગી; (2) (ચંદ્રપક્ષે) વિશેષ રાગવાન. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust