Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ આ શિશિરઋતુના સંતાપ. 161 દરિદ્રી માણસેનાં બાળકે નિરતર ભજન કે વસ્ત્ર વિનાનાં હોઈને અંગે પાંગ સંકેચાઈ જવાને લીધે, જાણે ચતુર ગવૈયા જ હાયની એમ દંતવાણુ વગાડવા લાગ્યા. માર્ગને વિષે શીતથી પીડાતા પાંથજને પણ સ્ત્રીના પરિરંભથી થતા શીતાપદને સંભારીને જ જાણે, હદયને વિષે રહેલી એવી એ સ્ત્રીને પરિરંભ કરવાને ઇચ્છતા હોયની એમ તે (હૃદય) ને ભુજાવડે દાબવા (ભીડવા) લાગ્યા. તાપને ઉત્પાદક સૂર્ય છે; તથા જળને ઉત્પાદક મેઘ છેએમ ભુવનને વિષ સર્વ વસ્તુનું કંઈને કંઈ ઉત્પાદક કારણ હોય છે; પણ આ શીતનું તે કાંઈ જ કારણ જણાતું નથી, તો શું એને માતા કે પિતા કેઈ નહિ હોય? લોકો પણ પરસ્પર કહેવા લાગ્યા કે આ દુષ્ટ હતુથી કદથના પામતા એવા અમે અમારાં કામકાજ પણ કરી શકતા નથી, માટે હવે એ આપણું દુઃખ લઈને કયારે જશે ! દિશાઓ પણ સર્વે “અહે ! અમારૂં વિભુત્વ છતાં પણ આ શીત કઈ એવે પ્રકારે જનેને નિરન્તર દુઃખ દે છે કે અમે તેમનું રક્ષણ કરી શકતી નથી” એવા ખેથીજ જાણે પ્રભાતે પ્રભાતે ગ્લાનિ પામવા લાગી. ચંદન-કપૂર-ચંદ્રજ્યોત્સના-મૃણાલ અને મુક્તાફળના હાર એ સર્વને વિષેથી સભાગ્ય ( નીકળીને ) કેસર–અગ્નિ અને સૂર્યની પ્રભાને વિષે આવ્યું અથવાતે સર્વ વસ્તુની સમય આવ્યે કિંમત થાય છે. પ્રિયંગુલતાથી સમન્વિત એવા સિંદુવાર વૃક્ષને તથા કુંદલતાએ સંયુક્ત એવા રોઘ તરૂવરને, બરાબર પિતાને વખતે આવેલા બળવાન્ વાયુને લીધે પુષ્પ આવ્યાં અથવાતો સમર્થ એવા વાયુના સેવનથી કેણ પુષ્પિત (નવજુવાન) નથી થતું? ઉષ્ણતાને તે સમયજ્ઞ એવા પ્રજાપતિએ ઉંડા કુવાને વિષે, હેટા વડની છાયાને વિષે અને સ્ત્રીઓના સુંદર ળ સ્તનયુગળને વિષે રાખીતે જાણે બીજને અર્થે રાખી હેયની ! ( ઉષ્ણતા પુનઃ જોઈએ ત્યારે ક્યાંથી લાવવી. માટે ધાન્યને માટે બીજ રાખી મુકે છે તેમ ત્યાં બી તરીકે રાખી મુકી). તે સમયે, જેમણે હેમાચળને પણ ડેલાવીને પિતાનું સામર્થ્ય પૂરવાર કર્યું હતું એવા, તથા પૃથ્વીપતિ રાજાઓ અને સ્વર્ગપતિ ઇંદ્ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust