Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ 148 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. ચાલે, ત્યાં તું અનન્તફળને આપનારૂં ઉત્તમ સંગીત કરાવજે; અને સુદ-માલતી–જાતિ-કેતકી-રાજચંપક-અને પદ્મ પ્રમુખ પુષ્પથી ઘણી રચના કરી દેવપૂજન કરજે; તારે નિત્ય જિનમુદ્રાદિથી સંશુદ્ધ એવું પંચશસ્તવાદિક જિનવંદન કરવું એગ્ય છે. કેમ રાજપુત્ર, તું ક્ષેત્રસમાસાદિ શાસ્ત્ર શીખે છે કે? બેલ, જે તે વિસ્મૃત થયે હઈશ તે અમે પોતે તને ગણાવશે. વળી જો તારે અર્થ સહિત શાસ્ત્ર શ્રવણ કરવાની ઈચ્છા હોય તે કહે. અમે તારી પાસે તે સવિસ્તર કહેશું. વળી તું સાધમીવાત્સલ્ય કરીશ કે ? " ઈત્યાદિ કડીને, પિતા પુત્રને લડાવે તેમ મને પૂર્વે બહબહુ લાડ લડાવતા હતા. પણ હમણાં તે એજ તેઓ વિભવ રહિત એવા મને ચરણથી સંઘટ્ટ કરે છેએ શું ? અથવા તે વિજ્ઞાન, જ્ઞાન, વાકચાતુર્ય, દાક્ષિણ્ય, કરૂણા, ન્યાય, વિનય, સિભાગ્ય, વૈરાગ્ય, ક્ષમા, શર્ય, કુલીન પણું કે શરમાળપણું—એ સર્વ લક્ષ્મી વિના નહિં જેવાં છે. મારી માતા જે એમ કહેતી હતી કે “ભાઈ, દીક્ષા દુષ્કર છે " તે ખરૂં કહેતી હતી; પણ જ્યાં સુધી અંદર પ્રવેશ કર્યો ન હોય ત્યાં સુધી શી ખબર પડે? માટે હવે શ્રેમ કુશળ પ્રભાત થવા દે, પ્રભાત થશે એટલે હું નિશ્ચયે આ વ્રત પડતું મૂકી કારણ કે હજુ કઈ મેં બેર (વેચવા) ની બૂમ પાડી નથી. આ વેશ હું પ્રભુને આપી દઈને મારે ઘેર જતે રહીશ; કારણકે શુલ્કશાળા (એટલે જે માંડવી તે) નું દાણ જે ભાંગે છે તેને, તે દાણની. વસ્તુ જ દાણવાળાને આપી દેવાથી [ ખુશીથી ] છુટકે થાય છે. માણસને ચરણે કાંટે વિંધાવાથી માર્ગને વિષે જેવી ખલના થાય છે તેવી જ મોક્ષમાર્ગને વિશે પ્રવૃત્ત એવા મનુષ્યની ખલના પણ છે. તે દિવસે દીક્ષિત થયેલા આ મેઘકુમારને જે આ સંકલેશ થયે તે જાણે નૂતનગૃહને વિષે અગ્નિ ઉત્પન્ન થયે હોયની ! પછી પ્રભાતે સર્વ 1 બોર વેચનાર બહાર રસ્તે “બેર ઘો બોર " એમ બોલે છે એટલે એ બેર વેચવા નીકળે છે એમ મેં જાણે છે. પણ મેઘકુમાર કહે છે કે હું તે હજુ બહાર નીકલ્યો નથી, ઉપાશ્રયમાંજ છું. માટે હજુ બગડી ગયું નથી. બહાર નીકળે નથી એથી કેણ જાણે છે કે સાધુ થયે છે ? Trust -