Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ 15 અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર થાય છે ત્યારે અમારે બીજાને કોને કહેવું, અથવા અમારે કરવું , પણ શું ? અમે તે એ સસલાને વિષે દયાર્દ ચિત્તવાળા એ મેરૂમ હરતીની હર્ષ સહિત સ્તુતિ કરીએ છીએ, પુનઃ પુનઃ સ્તવના કરીએ છીએ. પછી, હે મેઘમુનિ, એ દાવાનળ અઢી દિવસ પર્યરત રહીને શાન્ત પડયો; અથવા તો કાળકરીને ઘાસ પણ પાકી જાય છે. દવ શમ્યા એટલે સિંહ પ્રમુખ પ્રાણીઓ, શત્રનું સિન્ય જતું રહ્યા પછી લેકે દુર્ગ (કિa) થકી નીકળે તેમ, થંડિલ થકી બહાર નીકળ્યા. તે વખતે તું પણ તૃષાતુર હેઈને તે અધર રાખેલે પગ, દુર્ગતિના મસ્તક ઉપરજ હેયની એમ ભૂમિ પર મુકીને જળપાન કરવાને દેડી જવાનું કરવા લાગે ત્યાં તે ચિરકાળ પર્વત પગ એ પ્રમાણે એક જ સ્થિતિમાં રહેવાથી, દેડ. ખિન્ન થવાને લીધે તું ગિરિવરનું શિખર પડે તેમ પૃથ્વી ઉપર તુટી પડ્યો. ત્યાં ગીધ અને કાક પ્રમુખ પક્ષીઓએ તારા જેવા તૃષાતુરની કદર્થના કરી તેથીજ, અહે! એઓ નરકને વિષે પણ પંચકુળ થયાં. અને તેં એ પ્રમાણે સસલા ઉપર કરૂણું કરીને વ્યથા સહન કરી તેથી તું વણિકજન રત્નને સમુચય પામે તેમ નરભવ પામે. તારૂં સર્વ સે વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી મૃત્યુ પામી શ્રેણિક રાજાના પુત્રપણે ઉત્પન્ન થયે, કારણકે દયા ખરેખર કામધેનુજ છે. (શ્રી વીર પ્રભુ કહે છે ) હે મેઘકુમાર, તે પશુના અવતારને વિષે એક સસલા જેવાને વિષે દયાળુ થઈને એવી વેદના સહન કરી તે, હે વિવેકી, આ વખતે ફક્ત સાધુઓને સંઘ થયે તેમાં કેમ મુંઝાયે? આવા શીલવારી મુનિના ચરણ તે નિત્ય કે ભાગ્યશાળાનાજ શરીરપર પડે છે કારણકે અમૃતની વૃષ્ટિ કંઈ સર્વની ઉપર થતી નથી. એ સર્વ સાંભળીને મેઘમુનિને તેનાં બેઉ પૂર્વભવનું મરણ થયું અથવા તે એ અનન્ત હોય તે પણ સ્વામીના પ્રસાદથી યાદ આવે જ છે. આમ પ્રભુએ તેનું દુધને દૂર કરાવીને તેનામાં સવેગ ઉત્પન્ન કર્યો, કારણકે વેદ્ય પણ શેષને નિગ્રહ કરીને અવશ્યકળા નથી ઉત્પન્ન કરતો શું? (પછી) એણે ચિત્તને વિષે