Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ 144 . અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. તથા દ્રવ્યક્ષેત્ર પ્રમુખ અભિગ્રહ લેવા પડશે. એટલું જ નહિ પણ જીવિતપર્યત સ્નાન નહિ થાય; શયન ભૂમિપર કરવું પડશે; કેશ અને સ્મશ્રને લેચ કરવું પડશે, અને રહેવાનું નિરન્તર ગુરૂકુળને વિષે રાખવું પડશે. સુધા પ્રમુખ બાવીશ પરીષહે અને તિર્યંચ-નર-દેવ પ્રમુખના ઉપસર્ગો સહન કરવા પડશે. નિરન્તર મહાપ્રયાસ લઈને અઢારસહસશીલાંગ વહન કરવા પડશે, અને જે મળ્યું તે ઉપર નિવાહ કરે પડશે. હે. પુત્ર ! તારે દિક્ષા લઈને આ સર્વ લેહના ચણ્યા ચાવવાના છે, તથા વેળુના કેળીઆ ભરવાના છે ! મહાન તરંગેને લીધે ભીષણ એ મહાસાગર ભુજામાત્રથી તરવાને છે, તથા જેમાં પૂર આવ્યું છે એવી સ્વર્ગગંગાને સામે પૂરે તરવાની છે ! એટલું જ નહિં પણ તીક્ષણ ખધારાપર પગ મૂકીને ચાલવાનું છે, તથા પ્રજવલિત જ્વાળાવાળા અગ્નિને એકદમ શાંત કરવાના છે, મેરૂ પર્વતને તુલાથી તળવાને છે, અને રાગાદિ ભયંકર શત્રુઓને એકલે હાથે જ પરાજય કરવાને છે ! ઉપસર્ગયુક્ત પરીષહેને સહન કરવા ઉપરાંત, આડાઅવળા ફર્યા કરતા ચકવાળા સ્તંભ ઉપર રહેલી પુતળીને વિંધવાની છે ! દુઃખેથી ઉખેડી શકાય એવા ગૃહમંડપના વાંસને છેદવા એ સહેલું છે; તેમ દીક્ષા લેવી એ પણ સહેલું છે, પણ તેમાં શીલને જે ભાર છે તે દુર્વહ છે. માણસે વિશ્રામ લેતા લેતા તે અનેક ભાર વહન કરે છે, પણ આ શીલરક્ષણરૂપ ભાર તે ચાવજીવ, વિશ્રાતિ વિના વહન કરવાને છે ! હે સુકુમાર વત્સ, તું દીક્ષા લઈશ એટલે તારે, તેં પૂર્વે નહિં ઉપાડેલી એવી જગતની જયપતાકાને ગ્રહણ કરવાની છે. હે પુત્ર, વધારે શું કહે ? આવી આવી અનેકવિધ ઉપમાથી પ્રત્રજ્યા દુષ્કર છે. જનનીનાં એવાં એવાં વત્સલતાયુક્ત વચનો સાંભળીને વળી મેઘકુમારે કહ્યું–હે માતા, તમે જે જે કહો છો તે નિઃસંશય સત્યવાત છે; નહિ તો સર્વ માણસે દીક્ષા લીધા કરત. પણ શ્રી 0 1 ચારિત્રના અંદારભાર અંગ છે તેના કરનારા મુનિ કહેવાય છે.