Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. અને ઉપસ્થાપનાને અભાવ, તથા અનાદર એ અતિચાર કહ્યા છે. સાધુઓને શુદ્ધ અન-પાન-વસ્ત્ર–પાત્ર-વસતિ આદિનું ગૌરવ સહિત દાન દેવું એ અતિથિ-સંવિભાગ વ્રત કહેવાય છે. એને વિષે સચિત્ત ક્ષેપ-પિહિત ક્ષેપ-પારકાને ચપદેશ-માત્સર્ય, અને કાલાતિક્રમદાન એ અતિચાર છે. જેમ કર્મથી વિમુકત એવા જ આત્માના પ્રદેશ શુદ્ધ કહેવાય છે તેમ એ ગણાવ્યા એ પાંચ પાંચ અતિચારોથી રહિત હોય તે જ એ વ્રત વિશુદ્ધ કહેવાય છે. ( શ્રી વિરપ્રભુ કહે છે ) આ જે અમે બેઉ પ્રકારને ધર્મ કહ્યો તેનું મૂળ સમક્તિ જ છે. જેમકે સમસ્ત પ્રાસાદનું મૂળ પણ પ્રથમ પાયે પૂર એ જ છે. એ સમકિત, ચેતન જેમ ચેતનાદિથી ગમ્ય છે તેમ, આત્માના પરિણામ તથા સ્વાર્થને વિષે રૂચિથી લક્ષિત હે શમતા આદિથી ગમ્ય છે. એ શમતાદિ સાધુના મહાવ્રતની પિઠે (પ્ર) શમ-સંવેગ-નિર્વેદ-કરૂણા તથા આસ્તિક્ય એમ પાંચ છે. આ સમ્યકત્વ વળી જેમ મોક્ષમાર્ગ સાનાદિએ કરીને ત્રણ પ્રકારે છે તેમ, દર્શનમોહનીયના પ્રશમ, ક્ષય અને પ્રશમક્ષય વડે ત્રણ પ્રકારે છે. એ કાજળ આદિથી વેતવસ્ત્ર મલિન થાય છે તેમ, શંકા-કાંક્ષા-વિચિકિત્સા અને મિથાષ્ટિની સંસ્તવનાથી દેષિત થાય છે, તથા કલ્પવૃક્ષેથી નંદનવન શેભે છે તેમ શાસનને વિષે સ્થિરતા-ઉત્સર્ષણાભક્તિ અને કુશળતા તથા તીર્થસેવાથી, દીપી નીકળે છે. એ (સમક્તિ) વિના સકળ અનુષ્ઠાન તુષ (તરા) ના ખંડનની જેમ, હસ્તીના સ્નાનની જેમ, અરણ્યના ગીતની જેમ, કાસવૃક્ષના પુષ્પની જેમ, પણુની આગળ પ્રાર્થનાની જેમ, ચક્ષુરહિત જનની આગળ નૃત્યની જેમ, અને બધિરપુરૂષની આગળ ગાયનની જેમ વૃથા છે; અને એનાથી ( એ જ હોય છે તે ) ક્રિયા સવે, ચંદ્રમાથી જેમ રાત્રી, નરેશ્વરથી જેમ રાજ્યલક્ષ્મી તથા સ્વામીથી જેમ પતી શોભે છે તેમ અત્યંત શોભી ઉઠે છે. માટે એ સમતિ ધારણ - 1 નાન, દર્શન, ચારિત્ર. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust